ગુજરાતટ્રેન્ડિંગ

લો બોલો, ગુજરાત યુનિવર્સિટીની 55 હજારથી વધુ બેઠક સામે માત્ર 14 હજાર વિદ્યાર્થીઓએ ફી ભરી

  • રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મુદ્દે કોમન રજિસ્ટ્રેશન પ્રક્રિયા
  • અત્યાર સુધીમાં સાડા ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું
  • આગામી 28મી સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવાનું છે

ગુજરાત યુનિવર્સિટીની 55 હજારથી વધુ બેઠક સામે માત્ર 14 હજાર વિદ્યાર્થીઓએ ફી ભરી છે. જેમાં કોમન એડમિશન પ્રક્રિયા મુજબ યુનિ.માં આજે આચાર્યો, ડીન સાથે બેઠક યોજાશે. આજે સાંજે એકેડેમિક કાઉન્સિલ મળશે, વિવિધ તપાસના અહેવાલ સહિતના મુદ્દે મુકાશે. તેમાં અત્યાર સુધીમાં માત્ર 14 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી પ્રવેશ માટે કોલેજોને અગ્રીમતા આપી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ધો.12 સાયન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપશે, જાણો શું છે કારણ 

વિવિધ તપાસના અહેવાલ મુકવામાં આવશે તેમજ અન્ય કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે

ગુજરાત સરકાર દ્વારા UGના વિવિધ કોર્સમાં પ્રવેશ માટે હાથ ધરાયેલ કોમન રજિસ્ટ્રેશનમાં ગુજરાત યુનિવર્સિટીની 55 હજારથી વધુ બેઠક સામે અત્યાર સુધીમાં માત્ર 14 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી પ્રવેશ માટે કોલેજોને અગ્રીમતા આપી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કોમન એડમિશન પ્રક્રિયાને લઈ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે શુક્રવારે તમામ કોલેજના આચાર્ય, ડાયરેક્ટર અને ડિપાર્ટમેન્ટના હેડની બેઠક બોલાવી છે. આ ઉપરાંત સાંજના સમયે યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલની બેઠક મળવાની છે, જેમાં વિવિધ તપાસના અહેવાલ મુકવામાં આવશે તેમજ અન્ય કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મુદ્દે કોમન રજિસ્ટ્રેશન પ્રક્રિયા

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મુદ્દે કોમન રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. જેમાં અત્યાર સુધીમાં સાડા ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ગુજરાત યુનિ.ની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે અત્યાર સુધીમાં માત્ર 14 હજાર જેટલા વિદ્યાર્થીઓએ જ પસંદગી આપી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. આગામી 28મી સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવાનું છે ત્યારે અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં કઇ એજન્સી મારફ્તે પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે તે પણ નક્કી કરવામાં આવ્યું નહોતું. કુલપતિ દ્વારા એવી સ્પષ્ટતાં કરવામાં આવી હતી કે, આગામી પ્રવેશ કાર્યવાહી કેન્દ્ર સરકારના સમર્થ પોર્ટલ દ્વારા કરવામાં આવશે. એટલે કે એક વખત રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મેરિટના આધારે વિદ્યાર્થીઓને કોલેજની ફળવણી સહિતની તમામ કાર્યવાહી સમર્થ પોર્ટલથી કરાશે. યુનિવર્સિટીમાં પહેલા વખત સમર્થ પોર્ટલથી પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

Back to top button