ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં AMCને ત્રણ કોમર્શિયલ પ્લોટની હરાજીમાં મળેલી આવક જાણી રહેશો દંગ

Text To Speech
  • AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં 22 પ્લોટની ઈ-ઓક્શન
  • અંદાજિત આવકની ધારણાની સરખામણીએ રૂ.53 કરોડની વધુ આવક
  • મકરબામાં 42.29 કરોડમાં અને 68.44 કરોડમાં પ્લોટ વેચાયા છે

અમદાવાદમાં AMCને ત્રણ કોમર્શિયલ પ્લોટની હરાજીમાં મળેલી આવક જાણી દંગ રહેશો. જેમાં મકરબામાં 42.29 કરોડમાં અને 68.44 કરોડમાં પ્લોટ વેચાયા છે. બોડકદેવમાં નિયોગી એન્ટરપ્રાઈઝે રૂ. 126.69 કરોડમાં પ્લોટ ખરીદ્યો છે. તેમજ AMCને અંદાજિત આવકની ધારણાની સરખામણીએ રૂ.53 કરોડની વધુ આવક થઇ છે.

આ પણ વાંચો: વડોદરામાં ગણેશોત્સવને લઈ નિયમોમાં ફેરફાર કરાયો, જાણો કયા છૂટછાટ અપાઇ 

AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં 22 પ્લોટની ઈ-ઓક્શન

AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં 22 પ્લોટની હાથ ધરવામાં આવી રહેલ ઈ-ઓક્શનમાં બોડકદેવમાં એક અને મકરબા વિસ્તારમાં બે સહિત કુલ ત્રણ પ્લોટની હરાજી કરવામાં આવી હતી. AMCને ત્રણ પ્લોટની હરાજી મારફતે કુલ રૂ.237 કરોડ, 42 લાખની આવક થશે. AMCને અંદાજિત આવકની ધારણાની સરખામણીએ રૂ.53 કરોડ, 17 લાખની વધુ આવક થશે. AMCની માલિકી TP-50 (બોડકદેવ), FP- 379/બી, ક્ષેત્રફ્ળ : 4,658 ચો.મી.નાં વાણિજ્ય હેતુવાળા પ્લોટને વેચાણથી નિકાલ માટે ઈ-ઓક્શનની કાર્યવાહીમાં સદર પ્લોટની અપસેટ પ્રાઈઝ ચો.મી. દીઠ રૂ.2,70,000/- ની સામે નિયોગી એન્ટરપ્રાઈઝ પ્રા.લિ. દ્વારા ચો.મી. દીઠ રૂ. 2,72,000/- ની મહત્તમ ઓફર આપેલ છે. મૂળ કિંમત રૂ. 125,76,60,000/- ની સામે રૂ. 126,69,76,000/- જેટલી આવક થવાની સંભાવના છે. જે મૂળ કિંમત કરતા રૂ. 93,16,000/- જેટલી વધુ છે.

રૂ.68,44,20,000/- જેટલી આવક થવાની સંભાવના છે

AMCની માલિકીના TP-84/એ (મકરબા), FP- 102, ક્ષેત્રફ્ળ : 3,710 ચો.મી.નાં વાણિજ્ય હેતુવાળા પ્લોટને વેચાણથી નિકાલ કરવા ઈ-ઓક્શનની કાર્યવાહીમાં સદર પ્લોટની અપસેટ પ્રાઈઝ ચો.મી. દીઠ રૂ.77,000/- ની સામે RVR હોમ્સ LLP દ્વારા ચો.મી. દીઠ રૂ. 1,14,000/- ની મહત્તમ ઓફર આપેલ છે. આમ, પ્લોટની મૂળ કિંમત રૂ. 28,56,70,000/-ની સામે રૂ. 42,29,40,000/- જેટલી આવક થવાની સંભાવના છે. જે મૂળ કિંમત કરતા રૂ. 13,72,70,000/- જેટલી વધુ છે. AMCની માલિકીના TP- 84/એ (મકરબા), FP- 96, ક્ષેત્રફ્ળ : 3,740 ચો.મી. નાં વાણિજ્ય હેતુવાળા પ્લોટને વેચાણથી નિકાલ કરવા ઈ-ઓક્શનની કાર્યવાહીમાં સદર પ્લોટની અપસેટ પ્રાઈઝ ચો.મી. દીઠ રૂ.80,000ની સામે તામીર ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ચો.મી. દીઠ રૂ. 1,83,000ની મહત્તમ ઓફર આપેલ છે. આમ, રૂ.68,44,20,000/- જેટલી આવક થવાની સંભાવના છે.

Back to top button