અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સની આવક જાણી રહેશો દંગ
- AMCના પ્રોપર્ટી-ટેક્સની આવકમાં 53 ટકા વધારો થયો
- કેટલીક મિલકતોની જાહેર હરાજી પણ કરવામાં આવી છે
- કુલ આવકમાં રૂ. 360.40 કરોડનો વધારો થયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સની આવક જાણી દંગ રહેશો. જેમાં AMCના પ્રોપર્ટી-ટેક્સની આવકમાં 53 ટકા વધારો થયો છે. તેમાં 909-કરોડના ટેક્સ સહિત કુલ-આવક 1,140 કરોડની થઇ છે. પ્રોફેશનલ ટેક્સ રૂ. 106.60 કરોડ, વ્હિકલ ટેક્સ રૂ. 100.81 કરોડ, મિલકતવેરાની આવકમાં રૂ. 321.07 કરોડ, TSF ચાર્જ રૂ. 9.80 કરોડ મળ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો
કુલ આવકમાં રૂ. 360.40 કરોડનો વધારો થયો
કુલ આવકમાં રૂ. 360.40 કરોડનો વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલુ નાણાંકીય વર્ષમાં તા. 27 સપ્ટેમ્બર સુધીમાં પ્રોપર્ટી ટેક્સની રૂ. 909.44 કરોડની આવક થઈ છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં AMCની પ્રોપર્ટી ટેક્સની રૂ. 598.37 કરોડની આવકની તુલનાએ ચાલુ વર્ષે આ સમયગાળામાં મિલકતવેરાની આવકમાં રૂ. 321.07 કરોડ એટલેકે 53 ટકાનો વધારો નોંધાયો છે. રૂ. 909.44 કરોડની પ્રોપર્ટી ટેક્સ સહિત કુલ આવક રૂ. 1140 કરોડથી વધુ થઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 104 % જેટલો વરસાદ, જાણો 100 % કયા વિસ્તારમાં પડ્યો
ગત વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં AMCની રૂ. 716.54 કરોડની કુલ આવકની સરખામણીએ ચાલુ વર્ષે આ સમયગાળામાં રૂ.1140 કરોડથી વધુ થઈ છે. આમ, AMCની કુલ આવકમાં 45 ટકાનો વધારો નોંધાયો છે. AMCની પ્રોપર્ટી ટેક્સ રૂ. 909.44, પ્રોફેશનલ ટેક્સ રૂ. 106.60, વ્હીકલ ટેક્સ રૂ.100.81 કરોડ, TSF ચાર્જ રૂ. 9.80 કરોડ સહિત કુલ રૂ.1136.65 જેટલી આવક થઈ છે. 2023-2024માં બિલિંગની પ્રક્રિયા 3 મહિના પહેલાં જ પૂર્ણ કરી દેવામાં આવી છે 2023-2024માં 17.52 જેટલા બિલોની વહેંચણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ લાગશે, જાણો શું થશે લોકોને ફાયદો
વર્ષ 2022-2023માં કરદાતાને 100 ટકા વ્યાજમાફી આપવામાં આવી
રેવન્યુ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, AMC દ્વારા ગત વર્ષ 2022-2023માં કરદાતાને 100 ટકા વ્યાજમાફી આપવામાં આવી હતી અને ચાલુ વર્ષે પણ એપ્રિલ, 2023 સુધી વ્યાજ માફી સ્કીમ લંબાવવામાં આવી હતી તેમજ ચાલુ વર્ષ દરમિયાન અમલમાં મૂકાયેલી 15 ટકા એડ્વાન્સ રિબેટ સ્કીમનો મોટાભાગના લોકોએ લાભ લીધો છે. AMC દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં ધરાર ટેક્સ નહીં ભરતા મોટી રકમના બાકીદારો પર બોજો નોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને કેટલીક મિલકતોની જાહેર હરાજી પણ કરવામાં આવી છે.