છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર-અમદાવાદમાં દારૂની રેલમછેલ, આંકડા જાણી ચોંકી જશો !
કહેવાતા ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધીની કડક અમલવારીના દાવા કરવામાં આવે છે પણ સરકારને પૂછાયેલ એક પ્રશ્નના જવાબમાં એવું સામે આવ્યું કે દારૂ બંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : જૂનાગઢ : સાબલપુર પાસેથી 11,45,280 નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી LCB
ફક્ત અમદાવાદમાં જ વર્ષ 2021 માં 14,64,666 નો દેશી દારૂ પકડાયો છે જ્યારે વર્ષ 2022 માં 15,40,134 નો દેશી દારૂ ઝડપાયો અને આ આંકડા તો સરકારી છે બાકી રાજ્યમાં કયા કેટલો દારૂ મળે છે એ તો સૌ કોઈ જાણે જ છે. વિદેશી દારૂની વાત કરવામાં આવે તો વર્ષ 2021 માં 2 કરોડ 71 લાખ 98 હજાર 267 નો વિદેશી દારૂ ઝડપાયો હતો જ્યારે વર્ષ 2022 માં 5 કરોડ 34 લાખ 99 હજાર 739 નો વિદેશી દારૂ ઝડપાયો. આ આંકડા ફક્ત અમદાવાદના જ છે.ગુજરાતની હરિયાળી ભૂમિ ગાંધીનગરની વાત કરવામાં આવે તો ત્યાં પણ દારૂની રેલમછેલ જ છે. સરકારે આપેલ જવાબમાં 2021 માં 24560 નો દેશી દારૂ પકડાયો જ્યારે વર્ષ 2022 માં 30780 નો દેશી દારૂ પકડાયો જ્યારે વિદેશી દારૂની વાત કરવામાં આવે તો વર્ષ 2021 માં 13 લાખ 13 હજાર 567 નો વિદેશી દારૂ પકડાયો અને વર્ષ 2022 માં 10 લાખ 27 હજાર 402 નો વિદેશી દારૂ પકડાયો હતો. છેલ્લા 2 વર્ષ માં પ્રોહિબિસન નાં કેસ નાં 360 આરોપી વોન્ટેડ હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો એટલે કે આ આરોપીઓને હજુ સુધી પોલીસ પકડી શકી નથી.