કચ્છ - સૌરાષ્ટ્ર

રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદના વંટોળમાં, દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

Text To Speech

રાજકોટ સિવિલ હોસ્પિટલ અને દારૂ વિવાદ એકબીજાના પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. સિવિલ હોસ્પીટલના પરિસરમાં દારૂનું વેચાણ થતું હોવાની શંકા સેવાઇ રહી છે. પ્રદ્યુમનનગર પોલીસે સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડ પાસેથી દારૂની 4 પેટી સાથે એક શખ્સને ઝડપી પડ્યો હતો. પોલીસે 4 પેટી દારૂના જથ્થાને કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટ - Humdekhengenewsપ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનને બાતમીના આધારે આજે સવારે હોસ્પિટલના મેડિકલ સ્ટોર પાસે એક વ્યક્તિ દારૂ સાથે ઊભો હતો ત્યારે પોલીસ અધિકારીઓએ પહેલીથી વોચ ગોઠવી કમલેશ નામના શખ્સને 11 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન પુછપરછ માટે લઇ જવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન બાજુમાં આવેલ ખંડેર મકાનમાં વધુ દારૂ રાખ્યો હોવાની કબૂલાત કરી હતી. ખંડેર મકાનમાંથી પોલીસે વધુ 3 પેટી વિદેશી દારૂ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો : અરવલ્લીના ધનસુરા ગામમાં 37 એકરથી વધુ વિસ્તારમાં વિકસેલા અમૃત સરોવરને મુખ્યમંત્રીએ પણ બિરદાવ્યું

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક ડોક્ટર દારૂ પીધેલી હાલતમાં ફરજ બજાવતો ઝડપાયો હતો. જેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button