ગુજરાત

અમદાવાદમાં અકસ્માતથી થતાં મોતનો આંકડો જાણી રહેશો દંગ

  • 2023માં અમદાવાદ શહેરમાં વાહન અકસ્માતમાં 528 લોકોના મોત
  • 2022માં ઓગષ્ટથી ડિસેમ્બર માસમાં 199 લોકોએ અકસ્માત જીવ ગુમાવ્યો
  • વાહન ચાલકોની સ્પીડ ઘટી અને અકસ્માતના બનાવો પણ ઘટ્યા

અમદાવાદમાં અકસ્માતથી થતાં મોતનો આંકડો વધ્યો છે. જેમાં 2023માં 528ના મોત થયા છે. તથ્ય પટેલ કાંડ પછી પણ વાહનચાલકો બેફામ છે. તેમાં પાંચ માસમાં 219ના મોત થયા છે. 2023માં અકસ્માતની કુલ 1,458 ઘટના છે. તેમજ 2022માં 488ના અકસ્માતમાં મોત હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વધી, રાજ્યનું સૌથી ઓછુ તાપમાન ગાંધીનગરમાં નોંધાયુ

2022માં ઓગષ્ટથી ડિસેમ્બર માસમાં 199 લોકોએ અકસ્માત જીવ ગુમાવ્યો

2022માં ઓગષ્ટથી ડિસેમ્બર માસમાં 199 લોકોએ અકસ્માત જીવ ગુમાવ્યો હતો. આમ, તથ્યકાંડ બાદ પણ કાયદાના ડર વગર વાહન ચાલકો બેફામ બન્યાનો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદમાં 2023માં 511 ટોટલ અકસ્માત, ગંભીર અકસ્માત 550 અને સામાન્ય અકસ્માત 297 મળીને કુલ 1,458 અકસ્માતની ઘટના બની હતી. આ બનાવોમાં કુલ 1861 લોકો ભોગ બન્યા જેમાં 528 લોકોએ જીવ ગુમાવ્યો, 742 લોકોને ગંભીર ઈજા તેમજ 591 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન, વન ચલણ ઇ-ચાલન પ્રોજેક્ટ શરૂ કર્યો

2023માં અમદાવાદ શહેરમાં વાહન અકસ્માતમાં 528 લોકોના મોત

એસ.જી.હાઈવે રાજપથ કલબ નજીક બ્રીજ પર જુલાઈ,2023માં બેફામ જેગૂઆર કાર હંકારી 9 લોકોના જીવ લેનાર ચકચારી તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ પણ શહેરમાં વાહન ચાલકો બેફામ હોવાનું ટ્રાફિક પોલીસના આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. 2023માં અમદાવાદ શહેરમાં વાહન અકસ્માતમાં 528 લોકોના મોત થયા છે. 2022માં વાહન અકસ્માતમાં 488 લોકોના મોત થયા જેની સામે 2023માં મોતનો આંકડામાં 40નો વધારો જોવા મળ્યો હતો. જુલાઈ,2023માં તથ્યકાંડ બાદ વાહન ચાલકો જાગૃત થશે તેવી પોલીસની ગણતરીઓ ઉંધી પડી અને પછીના પાંચ મહિનામાં 219 લોકોએ અકસ્માતમાં જીવ ગૂમાવ્યો હતો.

આ પણ વાંચો: ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીત ગાતા કિંજલ દવે ભરાઇ, રૂ.1 લાખનો દંડ ભરવો પડશે 

વાહન ચાલકોની સ્પીડ ઘટી અને અકસ્માતના બનાવો પણ ઘટ્યા

તથ્ય પટેલ કાંડ બાદ થયેલી કડક પોલીસ કાર્યવાહીને પગલે વાહન ચાલકોની સ્પીડ ઘટી અને અકસ્માતના બનાવો પણ ઘટ્યા હતા. જો કે, તથ્યકાંડની તપાસ બાદ આખું ચિત્ર પલટાઈ ગયું હતું. છેલ્લા પાંચ મહિનામાં 630 અકસ્માતના બનાવો બન્યા જેમાં 219 લોકોના મોત થયા હતા. 2022માં ઓગષ્ટથી ડિસેમ્બરના પાંચ માસમાં કુલ અકસ્માતના બનાવો 603 બન્યા જેમાં 199 લોકોના મોત થયા હતા.

Back to top button