ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન, વન ચલણ ઇ-ચાલન પ્રોજેક્ટ શરૂ કર્યો

  • 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી
  • વાહન ચાલકો સ્થળ પર પણ દંડ ભરી શકશે
  • 90 દિવસમાં દંડ નહિ ભરે તો વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર કરશે

ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન, વન ચલણ ઇ-ચાલન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં ઈ-ચલાન એપ લોન્ચ કરીને ‘વન નેશન, વન ચલણ’ પ્રોજેક્ટનો આરંભ થયો છે. તેમાં સ્થળ પર દંડ ભરી ન શકતા વાહનચાલકો ઓનલાઈન રકમ ભરી શકશે. તેમજ 90 દિવસમાં દંડ ન ભરનારનો કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વધી, રાજ્યનું સૌથી ઓછુ તાપમાન ગાંધીનગરમાં નોંધાયુ

90 દિવસમાં દંડ નહિ ભરે તો વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર કરશે

દેશભરમાં માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારે નેશનલ ઇર્ન્ફ્મેટીક્સ સેન્ટરના સહયોગથી વન નેશન, વન ચલણ- ઇચાલન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફ્કિ પોલીસ કે અધિકારી સ્થળ પર જ ટ્રાફ્કિનુ નિયમોનું ઉલ્લંઘન કરનારને એપ્લિકેશન મારફ્તે દંડ ફ્ટકારશે. ઉપરાંત ભારતના કોઇ પણ રાજ્યની ગાડી કોઇ પણ જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો પોલીસ ઇ-ચલણ આપશે. ત્યારે વાહનચાલકને ઇ-ચલણ મળ્યાના 90 દિવસમાં દંડ નહિ ભરે તો વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર કરશે.

15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી

દેશભરમાં અત્યારે માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત ગુજરાત સરકારે NIC ના સહયોગથી વન નેશન, વન ચલણ ઇ-ચાલન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનના અમલથી વાહનો ચાલકોએ ટ્રાફ્કિ નિયમોના ભંગ બદલ સ્થળ પર જ ઈ ચલણ આપવામાં આવશે. અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઈ ચલણ આપવામાં આવતા હતા. જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન થકી ટ્રાફ્કિ પોલીસ હેલ્મેટ, સીટબેલ્ટ, તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફ્કિના નિયમોના ભંગ બદલ ઈ ચલણ આપશે. જેમાં વાહનચાલકને મોબાઇલમાં મેસેજ પણ મળશે.

વાહન ચાલકો સ્થળ પર પણ દંડ ભરી શકશે

વાહન ચાલકો સ્થળ પર પણ દંડ ભરી શકશે અને જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પોતાના ફોન થકી પણ ભરી શકશે. આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો તેને આની મદદથી પોલીસ ઈ ચલણ આપી શકશે. વાહન ચાલકોને ઈ ચલણ મળ્યાના 90 દિવસમાં તેને ભરી દેવુ પડશે, જો આ સમયગાળામા ઈ ચલણ ન ભરાય તો તે ચલણ 90 દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને જો વર્ચ્યુઅલ કોર્ટમાં ચલણ ગયાના 45 દિવસ સુધી દંડ ભરવામા નહી આવે તો બાદમાં તે ચલણ ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને બાદમાં કોર્ટ દ્વારા સમન્સ કાઢી જે-તે વ્યક્તિને કોર્ટમાં હાજર રખાવી શકશે અને સજા કરશે.

Back to top button