ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ગરમીની સીઝનમાં ઘરે સરળતાથી ઉગાડી શકશો તમાલપત્ર, જમવાનો સ્વાદ વઘારશે આ મસાલો

  • તમે તમારા બગીચામાં કેટલાક મસાલાના છોડ લગાવી શકો છો. તેની શરૂઆત તમાલપત્ર (તેજપત્તા)ના છોડ સાથે કરી શકાય છે

ગાર્ડનિંગના શોખીન લોકો પોતાના ગાર્ડનમાં દરેક છોડ રોપવા માંગે છે. જો તમે પણ તમારા ગાર્ડનમાં અલગ અલગ છોડ ઉગાડવાની ઈચ્છા ધરાવતા હોય તો આ વખતે ગાર્ડનિંગ કરતી વખતે તમે તમારા બગીચામાં કેટલાક મસાલાના છોડ લગાવી શકો છો. તેની શરૂઆત તમાલપત્ર (તેજપત્તા)ના છોડ સાથે કરી શકાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર તેજપત્તા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેને ઘરે ઉગાડવાની રીત.

તમાલપત્રનો છોડ કેવી રીતે રોપવો?

  • તમે તમાલપત્રના બીજમાંથી તમાલપત્ર ઉગાડી શકો છો અથવા નર્સરીમાંથી નાનો છોડ પણખરીદી શકો છો.
  • આ માટે પોટ 12થી 14 ઉંચ ઊંડો અને પહોળો હોવો જોઈએ.
  • આ માટે સારી માટીનો ઉપયોગ કરો. તમે બગીચાની માટી અને રેતીના મિશ્રણનો પણ ઉપયોગ કરી શકો છો.
  • માટીમાં સડેલું છાણ અથવા ખાતર ભેળવીને સારું ખાતર બનાવો.

ગરમીની સીઝનમાં ઘરે સરળતાથી ઉગાડી શકશો તમાલપત્ર, જમવાનો સ્વાદ વઘારશે આ મસાલો hum dekhenge news

 

તેજપત્તા લગાવવાની રીત

  • જો તમે બીજમાંથી તમાલપત્ર ઉગાડતા હો તો તેને 24 કલાક પાણીમાં પલાળી રાખો. પછી, પોટને માટીથી ભરો અને બીજને 1 ઈંચ ઊંડા અને 2 ઈંચના અંતરે વાવો.
  • માટીને સહેજ ભીની કરો અને પ્લાસ્ટિકની થેલીથી ઢાંકી દો. થેલીને રોજ ખોલીને થોડી વાર હવા આવવા દો. બીજ 1-2 અઠવાડિયામાં અંકુરિત થવા લાગશે.
  • જો તમે નર્સરીમાંથી છોડ ખરીદી રહ્યા હો તો તેને 12-14 ઈંચ ઊંડા અને પહોળા વાસણમાં વાવો. પોટને માટીથી ભરો અને છોડને મધ્યમાં મૂકો. જમીનને સારી રીતે પાણી આપો.
  • તમાલપત્રના છોડને તડકાવાળી જગ્યાએ રાખો. માટીને સૂકવવા દો અને પછી પુષ્કળ પાણી આપો. દર 2-3 મહિનામાં એકવાર સડેલું છાણ અથવા ખાતર ઉમેરો
  • છોડને જાડા અને સ્વસ્થ રાખવા નિયમિતપણે તેની કાપણી કરતા રહો. તમાલપત્રના છોડને એફિડ્સ, સ્કેલ કીટ અને સફેદ માખીઓ જેવી જીવાતોથી પ્રભાવિત થઈ શકે છે. તેનાથી બચવા માટે લીમડાના તેલ કે જૈવિક કીટનાશકનો ઉપયોગ કરો.
  • જ્યારે પાંદડા 3-4 ઇંચ લાંબા હોય ત્યારે તમે તેજપત્તાની લણણી કરી શકો છો. વહેલી સવારે અથવા સાંજે પાંદડા તોડી લો. તેમને છાંયડામાં સારી રીતે સૂકવીને હવાચુસ્ત પાત્રમાં સંગ્રહ કરો.

આ બાબતો ધ્યાનમાં રાખો

  • તમે તેજપત્તાના છોડને વાસણમાં અથવા બગીચામાં લગાવી શકો છો.
  • તેજપત્તાના છોડ થોડી ઠંડી સહન કરી શકે છે, પરંતુ તે ઠંડા તાપમાનમાં થતા નથી.
  • જો તમે ઠંડા વિસ્તારમાં રહો છો, તો તમે શિયાળા દરમિયાન તમારા તેજપત્તાના છોડને ઘરની અંદર લાવી શકો છો.

આ પણ વાંચોઃ આયરનની કમી હોય તો મોંઘી દવાઓની નથી જરૂર, ખાવ આ સસ્તી શાકભાજી

Back to top button