અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

અરવલ્લી, ૨૧ જૂન, ૨૦૨૪ઃ અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, ધનસુરા, બાયડ, માલપુરમાં તાલુકાકક્ષાનો યોગ દિવસ ઉજવાયો. મોટી સંખ્યમાં તાલુકોમાં લોકો સહભાગી બન્યા અને પોતાના સ્વાસ્થય માટે યોગને દરરોજના જીવનમાં ઉતારવાથી થતા ફાયદા જાણ્યા અને યોગાભ્યાસ થકી જીવનમાં સ્વસ્થ રહેવા નેમ લીધી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” યોજી યોગ કરવાથી થતા ફાયદા અને બેઠાડું જીવનમાં વધતું રોગોનું પ્રમાણ વિશે જન જાગૃતિ કેળવાય અને સ્વ-અનુભવ કરી શારીરિક સ્ફૃર્તિનો અનુભવ હેતુસર આ યોગ દિવસનું આયોજન કરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં જાહેર જનતા એ યોગમાં ભાગ લીધો હતો. યોગ કરવાથી મન શાંત રહે છે. આમ કરવાથી ચિંતા આવતી નથી. માનસિક તાણ અને હાયપરટેન્શન જેવા રોગો શરીરમાંથી દૂર રહે છે. યોગ કરવાથી લોહીનો પ્રવાહ સારો રહે છે. તે શરીરના હૃદયના ધબકારા પણ સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. એટલું જ નહીં, પરંતુ યોગ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. યોગને કારણે વજન પણ નિયંત્રણમાં રહે છે. યોગ વ્યક્તિને હંમેશા ખુશ રાખે છે. તેનાથી મનની શાંતિ વધે છે જેનાથી સારી ઊંઘ આવે છે. યોગ એ એવી પ્રક્રિયા છે જેમાં તમે કોઈપણ સાધન વિના કસરત કરી શકો છો.


યોગ દ્વારા તમે તમારા શરીરની લવચીકતા વધારી શકો છો. જો કોઈના શરીરમાં લવચીકતા હોય, તો તે શરીરમાં પીડા ઘણી ઓછી થાય છે. યોગ કરવાથી તમારા દર્દમાં રાહત મળે છે. જો કોઈ વ્યક્તિ દરરોજ 20 થી 30 મિનિટ યોગ કરે છે, તો તેનું શરીર દિવસભર થાકતું નથી. બાળકો માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે.યોગ કરવાથી સકારાત્મક વિચારો આવે છે, માનસિક તાણ અને હાયપરટેન્શન જેવા રોગો શરીરમાંથી દૂર રહે છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાથી અને ચેતના બનાવવાથી સુખાકારીમાં મદદ મળી શકે છે. ચાલો આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અપનાવવા તરફ કામ કરીએ.
