અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની કરાઈ ઉજવણી

અમદાવાદ, 03 માર્ચ: અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં 03 માર્ચ 2024ના રોજ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણી કરાઈ હતી. અમદાવાદ સરખેજ વોર્ડના કોર્પોરેટર તેમજ ક્રિએશનલ કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી અને ડૉ. આર કે સાહુ દ્વારા પ્રાણી સંગ્રહાલયને વધુ સુંદર બનાવવા માટે તેમજ મુલાકાતીઓને આકર્ષવા માટે અલગ-અલગ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

પક્ષીઓના આર્ટિકલ્સને સ્પર્શ કરવા દેવામાં આવશે

ચેરમેન જયેશ ત્રિવેદીએ હમ દેખેંગે ન્યૂઝ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતીઓ પ્રાણી-પક્ષીઓની કોઈ પણ તકલીફ વિના નિહાળી શકે તે માટે “અમદાવાદ ઝૂ” નામની નેવિગેશન એપ લૉન્ચ કરાશે. તેમજ ટચ ટેબલ પ્રેઝન્ટેશનનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં વન્ય પ્રાણી-પક્ષીઓના આર્ટિકલ્સ મુલાકાતીઓને અને ખાસ કરીને નાના બાળકો સ્પર્શ કરવા દેવામાં આવશે. વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ ગાઇડ દ્વારા ગાઇડેડ ટુર્સ પણ કરાવવામાં આવશે.જેના થકી પ્રવાસીઓ દરેક વન્ય પ્રાણી-પક્ષીઓના પાંજરાઓ પાસે ઝૂ ગાઈડ મારફતે માહિતી જાણી શકશે.

એનિમલ કીપર ટૉક પ્રોગ્રામનું આયોજન કરાશે

ઝૂ એડવાઇઝર ડૉ. આર.કે.સાઉથ સાથે જણાવ્યું કે, એનિમલ કીપર ટૉક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે. જ્યાં મુલાકાતીઓ રૂબરૂ એનિમલ કીપર્સ સાથે ચર્ચા કરી અપ્રાપ્ય વન્ય પ્રાણી પક્ષીઓની રોજિંદી એક્ટિવિટીઝ, તેમની ખાધ-ખોરાકી અને અન્ય માહિતીઓ મેળવી શકશે. તેમજ કાંકરિયા ઝૂમાં ફ્રેન્ડસ ઑફ ઝૂ યોજના હેઠળ જે દાતાઓ છેલ્લા પાંચ વર્ષથી સળંગ આ યોજના સાથે જોડાયેલા છે તેમનું બહુમાન પણ કરવામાં આવશે.

પીએમ મોદીએ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવ પ્રેમીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, આ દિવસ આપણા ગ્રહ પરના જીવનની અવિશ્વસનીય વિવિધતાની ઉજવણી કરવાનો અને તેને બચાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવાનો દિવસ છે. હું એવા તમામ લોકોની પણ પ્રશંસા કરું છું જેઓ વન્યજીવ સંરક્ષણ પ્રયાસોને સમર્થન આપે છે અને ટકાઉ પ્રથાઓમાં મોખરે છે

કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલય 21 એકરમાં ફેલાયેલું છે

અત્રે એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે 21 એકરમાં ફેલાયેલા કમલા નહેરૂ પ્રાણીસંગ્રહાલય એટલે કે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ 1951માં રૂબેન ડેવિડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રાણીસંગ્રહાલયને 1974માં એશિયામાં આવેલા તમામ પ્રાણીસંગ્રહાલય પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. તેમાં 450 સસ્તન, 2000 પક્ષી, 140 સરિસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમદાવાદ: બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી પર કરેલા દુષ્કર્મ કેસ મામલે મોટો ખુલાસો

Back to top button