World Oral Health Day: વધુ પડતી ખાંડ ખરાબ કરે છે દાંત, ઓરલ હેલ્થ સુધારવા કરો આ કામ
- દર વર્ષે 20મી માર્ચે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને ઓરલ હેલ્થ પ્રત્યે જાગૃત કરવાનો અને દાંતની યોગ્ય રીકે સફાઈ, દાંતની મજબૂતાઈ અને ચમક જાળવવા વિશે જાગૃત કરવાનો છે.
દાંત આપણા શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે, તે હેલ્ધી રહે તે ખૂબ જરૂરી છે. શરીરના અન્ય અંગોની સરખામણીમાં ઓરલ હેલ્થને લઈને લોકો ઓછા જાગૃત હોય છે. આજ કારણ છે કે દર વર્ષે 20મી માર્ચે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને ઓરલ હેલ્થ પ્રત્યે જાગૃત કરવાનો અને દાંતની યોગ્ય રીકે સફાઈ, દાંતની મજબૂતાઈ અને ચમક જાળવવા વિશે જાગૃત કરવાનો છે.
ઓરલ હેલ્થ બગડતા અનેક ગંભીર બીમારીઓ જેમ કે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ, ડાયાબિટીસ, લીવર ડિસીઝ જેવા ઘણા ગંભીર રોગો થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા દાંતને મજબૂત અને સ્વસ્થ રાખવા માંગો છો, તો તરત જ આ 5 આદતો બદલો.
કઈ છે આ પાંચ આદતો?
બ્રશ કરવાની રીત
મોટાભાગના લોકોને લાગે છે કે જો દાંતને ઝડપથી અને ભાર આપીને બ્રશ કરવામાં આવે તો દાંત સ્વચ્છ અને ચમકદાર બની જાય છે. બ્રશ કરવાની આ પદ્ધતિ ખોટી છે અને તે દાંતના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેના કારણે ઈનેમલ ડેમેજ થવાના લીધે ક્રેવિટી પ્રત્યે સેન્સિટિવીટી વધે છે. જોરથી બ્રશ કરવાથી પેઢાને નુકસાન થાય છે.
ખાંડનો ઉપયોગ
જો બાળકો અથવા પુખ્ત વયના લોકો વધુ પડતી ખાંડ ખાય તો તે દાંત માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. ખાંડ ખાવાથી મોંમાં એસિડ બને છે જેનાથી બેક્ટેરિયા વધે છે. ચોકલેટ, કેન્ડી અને મીઠાઈ દાંતના સ્વાસ્થ્યને અસર કરે છે. ઓરલ હેલ્થને વધુ સારી રીતે જાળવવા માટે, ખાંડનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.
રાત્રે બ્રશ અવશ્ય કરો
રાત્રે સૂતા પહેલા બ્રશ કરવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકોને સૂતા પહેલા ચા કે કોફી પીવાની આદત હોય છે. કેટલાક લોકો રાત્રે આઈસ્ક્રીમ, દૂધ અથવા મીઠાઈઓ લે છે. આમ કર્યા પછી દાંત સાફ કરવા જરૂરી છે. જો તમે બ્રશ નહીં કરો તો બેક્ટેરિયા આખી રાતમાં તમારા દાંતને નુકસાન પહોંચાડશે.
નખ કરડવા (ચાવવા)
કેટલાક લોકો તણાવમાં આવ્યા પછી નખ કરડવા લાગે છે. આ આદત દાંતને નુકસાન પહોંચાડી શકે છે. નખ ચાવવાથી નખમાંથી બેક્ટેરિયા મોંમાં પહોંચે છે અને તે દાંતને નુકસાન પહોંચાડે છે.
તીક્ષ્ણ ચીજવસ્તુઓથી સફાઈ
ઘણા લોકોને જમ્યા પછી ટૂથપિક અથવા તેના જેવી કોઈ તીક્ષ્ણ વસ્તુથી દાંત સાફ કરવાની આદત હોય છે. કેટલાક લોકો દાંતમાં જમા થયેલા ખોરાકના કણોને દૂર કરવાનો પ્રયાસ કરતી વખતે તેમના દાંત અને પેઢાને નુકસાન પહોંચાડે છે. જેના કારણે દાંત નબળા પડી જાય છે અને કેવિટીની સમસ્યા થાય છે.
આ પણ વાંચોઃ ‘પુષ્પા-2’ના સેટ પરથી લીક થઈ રશ્મિકા મંદાનાની પહેલી ઝલક, દર્શકોને પસંદ પડી ‘શ્રીવલ્લી’