ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહિલા મતદાર અને ફર્સ્ટ ટાઇમ વોટર્સ વધ્યા, જાણો લોકસભા ચૂંટણી અંગેના જરૂરી આંકડા

Text To Speech

નવી દિલ્હી, 15 માર્ચ: લોકશાહીના સૌથી મોટા તહેવાર લોકસભા ચૂંટણી 2024ની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. સાત તબક્કામાં થનારી લોકસભા ચૂંટણીમાં 19 એપ્રિલે પ્રથમ ચરણનું મતદાન થશે. આ વખતે 97 કરોડ મતદારો લોકસભા ચૂંટણીમાં ભાગ લેશે.જેમાંથી 49.72 કરોડ પુરૂષ અને 47.1 કરોડ મહિલા મતદારો છે. 1.82 કરોડ લોકો ફર્સ્ટ ટાઇમ વોટર્સ છે. લોકસભા ચૂંટણી માટે તૈયાર કરાયેલી મતદાર યાદીમાં 21 કરોડથી વધુ યુવા મતદારો છે. એટલું જ નહીં, 12 રાજ્યોમાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે. મહત્ત્વનું છે કે, 2019માં દેશમાં મતદારોની સંખ્યા લગભગ 89 કરોડ 78 લાખ હતી.

85 વર્ષથી ઉપરના 82 લાખ મતદારો

આ સાથે મતદાન પ્રક્રિયા દરમિયાન 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. આ મશીનો 10.5 લાખ મતદાન મથકો પર લગાવવામાં આવશે.આ સાથે 88.4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો લોકશાહીને મજબૂત કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે. 82 લાખ મતદારો એવા લોકો છે જેમની ઉંમર 85વર્ષથી વધુ છે. એવા પણ 2.18 લાખ મતદારો છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે. આ વખતે 48 હજારથી વધુ ટ્રાન્સજેન્ડર્સ પણ મતદાનમાં ભાગ લેશે. તેમજ 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરે બેઠા મતદાન કરી શકશે. સાથે જ દિવ્યાંગો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. દરેક મતદારના મત ઘરેથી એકત્ર કરવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

મતદાન મથકો પર વિવિધ વ્યવસ્થા

ચૂંટણી પંચે કહ્યું કે અમે ચૂંટણીને યાદગાર બનાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. જ્યાં 5 મતદારો પણ છે, અમે ત્યાં પણ પોલિંગ બૂથ બનાવીશું. આ સાથે તમામ મતદાન મથકો પર પીવાનું પાણી ઉપલબ્ધ રહેશે. મહિલાઓ અને પુરૂષો માટે અલગ-અલગ શૌચાલય બનાવવામાં આવશે. દિવ્યાંગ મતદારો માટે રેમ્પ અને વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે મતદાન મથકોની અંદર વીજળી અને લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી જાહેરઃ 19 એપ્રિલથી એક જૂન સુધી સાત તબક્કામાં યોજાશે મતદાન, ગુજરાતમાં સાત મેએ મતદાન

Back to top button