રસોડામાં કામ કરી રહી હતી મહિલા, અચાનક ફાટ્યો સિલિન્ડર, જૂઓ CCTV


HD ન્યૂઝ ડેસ્ક, 10 જૂન: એલપીજી ગેસથી લોકોનું કામ ભલે સરળ થઈ ગયું હોય, પરંતુ તે ખૂબ જોખમી પણ છે. નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. તમે આવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જ્યારે ઘરમાં અચાનક સિલિન્ડર ફાટવાને કારણે પરિવારના લોકો ઘાયલ થઈ જાય અથવા કોઈ જીવ ગુમાવે. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગેસ સિલિન્ડર ફાટતો બતાવવામાં આવ્યો છે. વાસ્તવમાં, એક મહિલા રસોડામાં ઊભી રહીને કામ કરી રહી હતી ત્યારે અચાનક સિલિન્ડર ફાટે છે અને મહિલા નીચે પછડાય છે અને તે તરત જ બુમ પાડીને ત્યાંથી ભાગી છુટે છે. સદ્નસીબે તેનો જીવ બચી જાય છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા રસોડામાં તેનું કામ કરી રહી છે અને તે દરમિયાન અચાનક તેની બાજુમાં રાખેલો સિલિન્ડર ફાટે છે, જેના પછી તે જમીન પર પછડાય છે આ સાથે રસોડામા પડેલી તમામ વસ્તુઓ પણ નીચે પછડાય છે. હવે મહિલાને સમજાતું નથી કે શું થયું છે, તેથી તે જોરથી બૂમો પાડવા લાગે છે અને ઉભી થઈને ત્યાંથી ભાગવા લાગે છે. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. જો કે આ હ્રદય હચમચાવી દેનારી ઘટના ક્યા સ્થળે બની તે પ્રકાશમાં આવ્યું નથી.
અહીં જૂઓ વાયરલ થઈ રહેલો વીડિયો:
View this post on Instagram
આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ 28 સેકન્ડના આ વીડિયોને જોઈને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ પણ વાંચો: મક્કામાં કાબા સામે બુરખો પહેરેલી મહિલાએ કર્યો ડાન્સ: વીડિયો વાયરલ, લોકોમાં ગુસ્સો