ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

મહિલા પોતાના વાળ વેચીને બની લખપતિ: દર મહિને 25 લાખની કમાણી, જાણો કેવી રીતે?

  • 21 વર્ષની મહિલાને તેણીના જ એક ફોલોઅરે નવો બિઝનેસ આઈડિયા આપ્યો, જેનો અમલ કરતા હવે તે લાખોની કમાણી કરી રહી છે

HD ન્યૂઝ ડેસ્ક, 29 એપ્રિલ: લોકો પાસેથી કમાવા માટે ઘણા રસ્તાઓ તો સાંભળ્યા જ હશે, પરંતુ એક મહિલા પોતાના વાળ વેચીને લખપતિ બની ગઈ તેવું તો ક્યારેય નહીં સાંભળ્યું હોય. આ મહિલા દર મહિને વાળ વેચીને 25 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેના વાળની ​​એટલી ડિમાન્ડ છે કે, આ ડિમાન્ડને તે પૂરી કરી શકતી નથી. તેણીનો દાવો છે કે, કોઈપણ વ્યક્તિ આ બિઝનેસ શરૂ કરી શકે છે અને ઘરે બેઠા લાખો રૂપિયા કમાઈ શકે છે. આ કારણે સોશિયલ મીડિયા પર તેના ચાહકોની સંખ્યા અણધારી રીતે વધી ગઈ છે.  21 વર્ષની આ મહિલાને તેણીના જ એક ફોલોઅરે આ નવો બિઝનેસ આઈડિયા આપ્યો,જેનાં પર તેણીએ અમલ કર્યો અને હવે લાખોની કમાણી કરી રહી છે.

ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, 21 વર્ષની અમાન્ડા લિયોન એક મોડલ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે. અમાન્ડા લિયોને કહ્યું કે, ‘થોડા દિવસો પહેલા મારા એક ફોલોઅર્સે મને મેસેજ કર્યો અને લખ્યું કે, તમારા વાળ ખૂબ જ સુંદર છે. શું તમે મને આમાંથી એક લટ આપી શકો છો; આ માટે હું તમને 71 પાઉન્ડ (લગભગ 7500 હજાર રૂપિયા) આપી શકું છું.

બિઝનેસ આઈડિયા કેવી રીતે આવ્યો?

અમાન્ડાએ કહ્યું કે, તેના ફોલોઅરે તેણી પાસે આ માંગણી કરતાં જ તેને બિઝનેસ આઈડિયા આવ્યો. પછી તેણીએ સોશિયલ મીડિયા પર સર્ચ કરવાનું શરૂ કર્યું અને લોકો તેણીના  વાળ માટે લાખો ખર્ચ કરવા તૈયાર છે એ જાણ્યા પછી તેણીએ તેના વાળ વેચવાનું શરૂ કર્યું. ત્યારથી, તેણી તેના વાળ વેચીને 24,000 પાઉન્ડ (લગભગ 25 લાખ રૂપિયા)ની કમાણી કરી રહી છે. ઘણા લોકો તેણી પાસે વાળ ભેટ તરીકે માંગે છે. એક નાનો ટુકડાની ખરીદી કરે છે. જેનાં માટે મહિલા તેમની પાસેથી હજારો રૂપિયા લે છું.

નહાવાનું પાણી વેચીને ધૂમ મચાવી દીધી 

અમાન્ડાએ થોડા દિવસો પહેલા તેના નહાવાનું પાણી વેચીને ધૂમ મચાવી હતી. પછી તેણે કહ્યું કે, તે તેની સગાઈ માટે પૈસા એકઠા કરવા માંગે છે. એટલા માટે તે તેના નહાવાનું પાણી વેચી રહી છે. અમાન્ડાએ કહ્યું કે, “તે એક પાગલ વિચાર હતો. પરંતુ તે પછી મને એટલી બધી વિનંતીઓ મળી કે હું દંગ રહી ગઈ. કેટલાક લોકોને આ વિચિત્ર અથવા અર્થહીન લાગી શકે છે. પણ સાચું કહું તો લોકોને ખુશ જોઈને મારા ચહેરા પર પણ ખુશી આવી જાય છે.”માત્ર અમાન્ડા જ નહીં, પરંતુ લંડનની રહેવાસી 27 વર્ષની કેમિલી એલેક્ઝાન્ડર પણ પોતાના વાળ વેચીને લાખો કમાઈ રહી છે. હવે તેણી ક્યારેય પોતાના વાળ કાપતી નથી; પરંતુ બાદમાં આ વાળને વેચીને પૈસા કમાય છે.

વાળ વેચીને સારી એવી કમાણી થઈ રહી છે  

વાળ વેચવા એ પણ એક ધંધો બની ગયો છે અને ભારતમાં પણ ઘણા લોકો આ કામ કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે. ભારતમાં માનવ વાળ 25થી 30 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. લોકો વાળ ખરીદીને વિદેશ મોકલે છે. ભારતમાંથી વાળ ચીન, મલેશિયા, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, બર્મામાં મોકલવામાં આવે છે. અહીં તેમને સાફ કરવામાં આવે છે અને પછી તેમાંથી વિગ બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ બ્રશ અને બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ થાય છે.

આ પણ જુઓ: બિકીની પહેરીને વિદેશી મહિલાઓએ ઋષિકેશ ખાતે ગંગામાં ડૂબકી લગાવી, વિવાદ બાદ વીડિયો વાયરલ

Back to top button