ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

PM નરેન્દ્ર મોદીની મુલાકાતની સાથે જ એલન મસ્કને 10 બિલિયન ડોલરનો થયો ફાયદો

  • હાલ આ ઇન્ડેક્સના આધારે 243 બિલિયન ડોલર એલન મસ્કની સંપત્તિ દર્શાવાઈ રહી છે. ઇન્ડેક્સના આધારે છેલ્લા એક વર્ષમાં એલન મસ્કને 106 બિલિયન ડોલરનો ફાયદો થયો છે.
  • મસ્કે કહ્યું કે હું પીએમ મોદીનો ફેન છું.

PM નરેન્દ્ર મોદીની મુલાકાતમાં એલોન મસ્કે દ્વારા કહેવામાં આવ્યું છે કે ટેસ્લા ભારતમાં ટૂંક જ સમયમાં આવશે. આ વાત જાહેર થતાંજ એલોન મસ્કની ટેસ્લા કંપનીના શેરમાં એક દમ ઉછાળો જોવા મળ્યો છે. આ માર્કેટ ઉછળવાથી એલોન મસ્કને 10 બિલિયયન ડોલરનો ફાયદો થયો છે. આ સાથે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ઈલોન મસ્ક ટોચ પર છે. ઇન્ડેક્સમાં 21 જૂન, 2023 ના રોજના નવીનતમ ડેટા અનુસાર, એલોન મસ્કની સંપત્તિ 243 બિલિયન જણાવવામાં આવી રહી છે. ઈન્ડેક્સ અનુસાર, ઈલોન મસ્કને છેલ્લા એક વર્ષમાં લગભગ 106 બિલિયનનો ફાયદો થયો છે. પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ટેસ્લાના ચીફ એલોન મસ્કે આને શાનદાર મીટિંગ ગણાવી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદી સાથે મારી વાતચીત ઘણી સારી રહી. મસ્કે કહ્યું કે તે આવતા વર્ષે ભારત આવવાનું વિચારી રહ્યો છું. સાથે સાથે મસ્કે સૌથી મોટી વાત એ કહી કે હું પીએમ મોદીનો ફેન છું.

તમને જણાવી દઈએ કે ટેસ્લાના શેરે યુએસ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ Nasdaq પર 5.34 ટકાનો વધારો દર્શાવ્યો હતો અને તે 274.45 પર બંધ થયો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન, કંપનીનો શેર પણ 274.75 ની ઊંચાઈએ પહોંચ્યો હતો. ખાસ વાત એ છે કે છેલ્લા 5 દિવસમાં કંપનીના શેરમાં 21 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે અને વર્ષ 2023માં તે અત્યાર સુધીમાં 166 ટકા વધ્યો છે.

સમગ્ર વિશ્વની નજર આ બેઠક પર ટકેલી હતી.

તમને જણાવી દઈએ કે ઈલોન મસ્ક થોડા દિવસો પહેલા ચીનના પ્રવાસે ગયા હતા. ચીનની મુલાકાતે લોકોએ મસ્કના વખાણ કર્યા હતા. આ પ્રવાસ પર બેઇજિંગે કહ્યું હતું કે ચીનની મુલાકાત દરમિયાન મસ્ક અનેક સરકારી અધિકારીઓને મળ્યા હતા અને કહ્યું હતું કે તેઓ ચીનમાં પોતાનો બિઝનેસ વિસ્તારશે. મસ્કએ “ચીનના બજાર પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો, અને પરસ્પર એકબીજાના સહકારને વધુ ગાઢ બનાવવા માટે સંમત થયા.” આ દરમિયાન ઈલોન મસ્કે ચીનના શાંઘાઈમાં કંપનીની ફેક્ટરીની મુલાકાત પણ લીધી હતી.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સું કહ્યું?

તમને જણાવી દઈએ કે જ્યારે ટેસ્લા ભારતમાં આવવાની આશા વધી ગઈ છે ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે જો એલોન મસ્ક તેમની ટેસ્લાને ભારતમાં લાવવા માંગે છે, તો તેમણે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવું પડશે. આમાં તેમની સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ તેમણે કહ્યું કે કંપનીએ ચીનથી કાર આયાત કરવાની જરુર નથી.

આ પણ વાંચો: યોગ દિવસ પર કોંગ્રેસે નહેરુને યાદ કર્યા તો શશિ થરુરે મોદીના વખાણ કરતા કહ્યું યોગને આગળ લાવવામાં તેમનો સહયોગ

Back to top button