ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ટ્રમ્પના ટેરિફ અમેરિકાને કરશે બરબાદ, શું કહે છે Goldman Sachsનો આ રિપોર્ટ

ન્યુયોર્ક, 8 એપ્રિલ 2025: અમેરિકાના અર્થતંત્ર મુદ્દે સમગ્ર દુનિયામાં ચિતા વધી રહી છે. ત્યારે હવે વૈશ્વિક રોકાણ બેન્ક Goldman Sachsએ અમેરિકામાં મંદીની આશંકાનો દર 35 ટકાથી વધારીને 45 ટકા કર્યો છે. આવુ સતત બીજી વાર થયુ છે જેની પાછળ કારણ છે અમેરિકા અને બાકી દેશોની વચ્ચે વધી રહેલુ વેપાર યુદ્ધ અને ટ્રમ્પ સરકાર દ્વારા લગાવવામાં આવેલા ભારે ટેરિફ.

સમગ્ર વિશ્વમાં મંદીની શક્યતા

2 એપ્રિલના રોજ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અપેક્ષા કરતા વધુ કડક ટેરિફની જાહેરાત કરી હતી, જેણે માત્ર યુએસમાં જ નહીં પરંતુ વૈશ્વિક બજારમાં પણ હલચલ મચાવી છે. શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો અને આ પછી એક પછી એક ઈન્વેસ્ટમેન્ટ બેંકોએ મંદીની આશંકા વ્યક્ત કરી છે. જેપી મોર્ગનનું કહેવું છે કે અમેરિકા અને સમગ્ર વિશ્વમાં મંદીની સંભાવના 60 ટકા સુધી પહોંચી ગઈ છે.

ટ્રમ્પના ટેરિફથી માત્ર અમેરિકામાં ફુગાવો વધી શકે છે એટલુ જ નહી, પરંતુ ચીન જેવા દેશો પણ બદલો લઈ શકે છે, જેનાથી સ્થિતિ વધુ બગડવાનો ભય છે. Goldman Sachsએ 2025 માટે અમેરિકાનો આર્થિક વિકાસ દર 1.5 ટકાથી ઘટાડીને 1.3 ટકા કર્યો છે. અને જેપી મોર્ગનનો અંદાજ વધુ ચિંતાજનક છે. તેઓ માને છે કે યુએસ અર્થતંત્ર 2025માં 0.3 ટકા સંકોચાઈ શકે છે.

વેપાર યુદ્ધની આગ હવે અમેરિકન અર્થતંત્ર સુધી પહોંચી ગઈ છે

હવે બધાની નજર અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ (ફેડ) પર છે. Goldman Sachs ફેડ જૂનથી વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું શરૂ કરશે તેમ માને છે અને સળંગ ત્રણ વખત દરોમાં 25 બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરી શકે છે. જેપી મોર્ગન અને વેલ્સ ફાર્ગો પણ હવે માને છે કે બજારને ટેકો આપવા માટે 2025માં વ્યાજ દરો ત્રણથી પાંચ વખત ઘટી શકે છે.

જો આ સ્થિતિ ચાલુ રહેશે તો સમગ્ર વિશ્વ માટે આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે. આ સ્થિતિમાં ભારત જેવા દેશોએ સ્માર્ટ વ્યૂહરચના બનાવવી પડશે, જેથી વૈશ્વિક મંદીની અસરને ઓછી કરી શકાય અને નવી તકો શોધી શકાય.

આ પણ વાંચોઃ આરબીઆઇ રેટ કાપથી લઇને ટેરિફની દહેશત, આ પાંચ પરિબળો નક્કી કરશે બજારની ચાલ

Back to top button