નેશનલબિઝનેસ

સરકાર અને RBIના નિર્ણયથી મોંઘવારીથી મળશે રાહત? હાલ તો નાણા મંત્રાલયે ફક્ત આશ્વાસન આપ્યું

Text To Speech

ભારતમાં મોંઘવારીની માર રોકાવાનું નામ નથી લેતી. ખાવા-પીવાથી લઈને ઈંધણ-લાઈટ બિલ બધું જ મોંઘુ થઈ રહ્યું છે, જેનો માર જનતા વેઠી રહી છે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છુટક ફુગાવો દર આઠ વર્ષની ટોચ પર પહોંચી ચુક્યો છે. ત્યારે હવે આ સંકટની વચ્ચે નાણા મંત્રાલયે દાવો કર્યો છે કે, આવનારા સમયમાં મોંઘવારીથી જનતાને રાહત મળશે.

સરકાર તરફથી ગુરૂવારે દેશમાં છુટક ફુગાવા દરના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. તેના પર નજર નાખીએ તો, CPI એપ્રિલ મહિનામાં વધીને 7.79 ટકા પર પહોંચી ગઈ છે. તેનાથી ગત માર્ચ મહિનામાં છુટક મોંઘવારી દર 6.95 ટકા વધી હતી. 12 મેના આંકડા જાહેર થતાં પહેલાં નાણા બાબતોના નિષ્ણાંતોના હવાલાથી કેટલાય રિપોર્ટમાં અનુમાન જાહેર કરવામાં આવ્યા હતા કે, એપ્રિલમાં છુટક ફુગાવો દર 18 મહિનાની ટોચ પર પહોચી શકે છે અને 7.5 ટકા રહી શકે છે.

નાણામંત્રાલયે એપ્રિલ માટે એક માસિક સમીક્ષા રિપોર્ટમાં કહ્યું છે કે, ભારતીય રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા અનેક ઉપાયોથી નાણાકીય વર્ષ 2022-23માં ફુગાવામાં વૃદ્ધિનો સમયગાળો ઘટી જશે. જે મોટા ભાગે ક્રૂડ ઓયલ અને ખાદ્ય તેલની કિંમતોના કારણે વધ્યું છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, કુલ માગમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. એટલા માટે નિરંતર ફુગાવાનું જોખમ ઓછુ છે.

RBIએ દેશમાં વધતી મોંઘવારીને કાબૂ કરવા માટે ગત દિવસોમાં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો, રિઝર્વ બેંકે નીતિગત વ્યાજ દરોમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો, જે બાદ તે વધીને 4.40 ટકા થઈ ગયું હતું. નીતિગત દરોમાં મે 2020 બાદ પહેલી વાર વધારો કરવામાં આવ્યો હતો. તો વળી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, RBI હાલમાં વ્યાજદરોમાં હજૂ પણ વધારો કરી શકે છે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલા ક્રિસિલના રિપોર્ટ અનુસાર જૂનમાં વ્યાજદરોમાં ફરી એક વાર વધારો આવી શકે છે.

Back to top button