ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

છોટા શકીલના નજીકના સાગિરત રિયાઝ ભાટી સામે FIR, સાક્ષીને જાનથી મારવાની ધમકીનો આરોપ

Text To Speech

મુંબઈ, મહારાષ્ટ્ર (20 નવેમ્બર): મુંબઈ પોલીસે અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના નજીકના સાગિરત રિયાઝ ભાટી સામે કેસ દાખલ કર્યો છે. રિયાઝ ભાટી વિરુદ્ધ સાક્ષીને જાનથી મારવાની ધમકી અને ખંડણી વસૂલવાનો આરોપ છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે ગેંગસ્ટર રિયાઝે અને તેના નજીકના સાથીઓએ કોર્ટમાં જુબાની આપવા ન જવાની ધમકી આપી હતી. જો કે, પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિયાઝ ભાટી વિરુદ્ધ FIR નોંધાઈ

ફરિયાદીએ જણાવ્યું કે જૂની FIR જેમાં તે સાક્ષી છે તેમાં રિયાઝ ભાટી પર હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનો આરોપ છે.  ખંડણીના પ્રયાસ બાદ તેના પર FIR IPCની કલમ 384 અને PIT એક્ટની કલમ 5 અને 9 હેઠળ નોંધવામાં આવી હતી. ફરિયાદીનું કહેવું છે કે, રિયાઝ ભાટી અંડરવર્લ્ડ ડોન છોટા શકીલનો રાઈટ હેન્ડ છે. આ સિવાય તે છોટા શકીલના સંબંધી સલીમ ફ્રૂટની પણ નજીકનો છે. જો કે, પોલીસે ખાર પોલીસ સ્ટેશનમાં આરોપી રિયાઝ ભાટી અને તેના નજીકના સાથી વિરુદ્ધ IPCની કલમ 195(A), 506(2) અને 34 હેઠળ એફઆઈઆર નોંધી છે અને કેસની તપાસ શરૂ કરી છે.

એક અધિકારીએ કહ્યું કે, આ મામલો અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલો છે. જેને લઈ આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, રિયાઝ ભાટી હાલ જેલની સજા ભોગવી રહ્યો છે અને તેણે જેલમાંથી ફરિયાદીને ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે, રિયાઝ ભાટીનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયા બાદ સામે આવ્યું છે. જોકે, 2016માં એક ઈન્ટરવ્યુમાં ભાટીએ દાવો કર્યો હતો કે તેની દાઉદ સાથે કોઈ લિંક નથી. વર્ષ 2021માં એનસીપી નેતા નવાબ મલિકે રિયાઝ ભાટી પર ભાજપના નેતાઓ સાથે મિત્રતાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: નોઈડામાં એક જ દિવસે 5 લોકોએ આત્મહત્યા કરી, દરેકનું કારણ એકસરખું

Back to top button