શું પાકિસ્તાનની ટીમે સેમિફાઇનલમાં જગ્યા બનાવશે ? જાણો સેમિફાઇનલનું સમીકરણ
- વર્લ્ડ કપ 2023માં ગુરુવારે (9 નવેમ્બર) ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 23.2 ઓવરમાં 5 વિકેટે હરાવીને પાકિસ્તાન માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે.
WORLD CUP 2023: ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 હવે સેમિફાઈનલમાં પ્રવેશી ગયો છે. સેમિફાઇનલ માટે ત્રણ ટીમો ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પહેલાથી જ નક્કી થઈ ચૂકી છે. જ્યારે ન્યૂઝીલેન્ડે ચોથી ટીમ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. જોકે સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સિવાય પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાન પણ હજી રેસમાં છે.
અત્યાર સુધીની મેચોના પરિણામ જોતો ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે આગળ
એવું કહી શકાય કે ન્યૂઝીલેન્ડ ચોથી ટીમ બનવા જઈ રહી છે જે સેમિફાઈનલમાં ભારતનો સામનો કરશે. મતલબ કે પાકિસ્તાન ટીમની સફર હવે પૂરી થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડે ગુરુવારે (9 નવેમ્બર) બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શ્રીલંકા સામે મેચ રમી હતી, જે તેણે માત્ર 23.2 ઓવરમાં 5 વિકેટે જીતી લીધી હતી.
આ શાનદાર જીત સાથે કિવી ટીમને 10 પોઈન્ટ થઈ ગયા છે અને તેનો નેટ રન રેટ પણ +0.743 થઈ ગયો છે. જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમો પણ સેમીફાઈનલમાં ચોથા સ્થાનનો દાવો કરી રહી છે. પણ બંનેની અપેક્ષાઓ સાવ નહિવત્ છે.
સેમિફાઇનલમાં પ્રવેશ માટે પાકિસ્તાને ઈંગ્લેન્ડને ઘોળા દિવસે તારા દેખાડવા પડશે
આગામી વર્લ્ડ કપની મેચ પાકિસ્તાની ટીમ 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે રમવાની છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. જો પાકિસ્તાને સેમિફાઈનલમાં પ્રવેશ કરવો હશે તો ઈંગ્લેન્ડને ધોળા દિવસે તારા દેખાડવા પડશે. એટલે કે બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડ સામેની મેચમાં 287 રનના માર્જીનથી જીત મેળવવી પડશે.
આટલા મોટા માર્જિનથી મેચ જીતવા માટે પાકિસ્તાનને 400 કે 450થી વધુ સ્કોર કરવા પડશે. આ પછી મજબૂત બોલિંગ પણ કરવી પડશે. પરંતુ તેના ભૂતકાળના પ્રદર્શનને જોતા આવું કરવું ઘણું મુશ્કેલ લાગે છે.
બીજો વિકલ્પ એ પણ છે કે જો પાકિસ્તાનની ટીમ ઇંગ્લેન્ડ સામે પાછળથી બેટિંગ કરે છે એટલે કે લક્ષ્યનો પીછો કરે છે, તો તેણે ઇંગ્લેન્ડને માત્ર 16 બોલમાં હરાવવું પડશે અને 284 બોલ બાકી રહેતા મેચ જીતવી પડશે. આવી રીતે જીત મેળવવીએ કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય.
પાકિસ્તાન માટે સેમિફાઇનલ સમીકરણ
- જો પાકિસ્તાની ટીમ ઈંગ્લેન્ડ સામે પહેલા બેટિંગ કરે છે તો, તેમને લગભગ 287 રનના માર્જિનથી મેચ જીતવી પડશે.
- જો પાકિસ્તાની ટીમ ઈંગ્લેન્ડ સામે પાછળથી બેટિંગ કરે છે તો, તેમને લગભગ 284 બોલ બાકી રહેતાની સાથે જ મેચ જીતવી પડશે.
પ્રથમ બેટિંગ કરતી વખતે પાકિસ્તાનનું સેમીફાઈનલનું સમીકરણ
- જો પાકિસ્તાન 400 રન કરે છે, તો ઇંગ્લેન્ડને 112 રનમાં આઉટ કરવું પડશે
- જો પાકિસ્તાન 350 રન કરે છે, તો ઇંગ્લેન્ડને 62 રનમાં આઉટ કરવું પડશે.
- જો પાકિસ્તાન 300 રન કરે છે, તો ઇંગ્લેન્ડને 13 રનમાં આઉટ કરવું પડશે.
અફઘાનિસ્તાન ટીમની કેટલી શક્યતાઓ છે સેમિફાઇનલ માટે ?
ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બાદ અફઘાનિસ્તાન પણ સેમિફાઇનલમાં ચોથા સ્થાન માટે દાવેદાર છે. પરંતુ તેનો નેટ રન રેટ પાકિસ્તાન કરતા પણ ખરાબ છે. આવી સ્થિતિમાં, સમજી શકાય છે કે જ્યારે સેમિફાઇનલનો રસ્તો પાકિસ્તાન માટે અંગારાથી ભરેલો છે, ત્યારે અફઘાનિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ હશે.
નિષ્ણાતો અને ગણિત અનુસાર, અફઘાનિસ્તાનને બહાર ગણવું જોઈએ કારણ કે તેની છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ સામે છે. જો અફઘાનિસ્તાન આ ટીમ સામે જીત નોંધાવે તો તે મોટી વાત હશે. અફઘાનિસ્તાને તેની છેલ્લી મેચ આજે 10 નવેમ્બરે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે.
વર્લ્ડ કપમાં સેમિફાઇનલ સમીકરણ
પેલી સેમિ-ફાઇનલ:
- ભારત અને ન્યૂઝીલેન્ડ – મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ) – 15 નવેમ્બર
બીજી સેમી-ફાઇનલ:
- દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા – કોલકાતા (ઇડન ગાર્ડન્સ) – 16 નવેમ્બર
આ પણ વાંચો: સાઉથની અભિનેત્રીએ મોહમ્મદ શમીને એક શરત સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જાણો શું છે શરત