ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શું બેંક હવે અઠવાડિયામાં 5 દિવસ જ કામ કરશે, દર શનિવારે અને રવિવારે બેંક બંધ રહેશે?

  • બેંકોમાં માત્ર પાંચ દિવસની કામગીરી લાગુ કરવાની સાથે બેંક કર્મચારીઓના પગારમાં 17% વધારા પર પણ સહમતિ બંધાઈ 

નવી દિલ્હી, 9 માર્ચ: અઠવાડિયામાં 5 દિવસ બેંકનું(5 Days Bank Work) કામ અને બે દિવસની રજાનો મુદ્દો ઘણા સમયથી ઉઠી રહ્યો છે ત્યારે હવે આ મામલે એક મોટું અપડેટ બહાર આવ્યું છે. 5DaysBanking સંબંધિત ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન(All India Bank Officers’ Confederation)ના જણાવ્યા અનુસાર, દર શનિવારે બેંક હોલીડેના પ્રસ્તાવ પર સહમતિ બની ગઈ છે. જોકે, આખરી નિર્ણય સરકારે લેવાનો છે. બેંકોમાં માત્ર પાંચ દિવસનું જ કામ કરવાની દરખાસ્તની સાથે બેંક કર્મચારીઓના પગારમાં 17% વધારાની દરખાસ્ત પર પણ સહમતિ સંધાઈ છે. વર્ષ 2015માં, સરકારે બેંકોમાં બીજા અને ચોથા શનિવારને બેંક રજા તરીકે જાહેર કર્યો હતો. બેંક યુનિયનો LIC જેવી બેંકોમાં 5 દિવસની કામગીરી લાગુ કરવા માટે કહી રહ્યા છે.

 

5 દિવસની બેંકિંગ કામગીરી માટે રસ્તો થયો સાફ

બિઝનેસ ટુડે પર પ્રકાશિત અહેવાલ મુજબ, લાંબા સમયથી બેંક યુનિયનોએ ગયા વર્ષે ડિસેમ્બર 2023માં 180 દિવસમાં 5Days Bank Working લાગુ કરવાની અપીલ કરી હતી. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશને એક સંયુક્ત નોંધમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકારી સૂચના જારી ન થાય ત્યાં સુધી તમામ શનિવારને રજાઓ તરીકે માન્યતા આપવા સંમતિ આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સુધારેલા કામકાજના કલાકો સરકારની સૂચના બાદ અમલમાં આવશે.

IBA CEOએ માહિતી શેર કરી

 

ઈન્ડિયન બેંક એસોસિએશન(Indian Bank Association)ના સીઈઓ (IBA CEO) સુનિલ મહેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આના સંબંધમાં માહિતી શેર કરી છે. શુક્રવારે કરવામાં આવેલી આ પોસ્ટમાં, તેમણે લખ્યું છે કે, ‘આજનો દિવસ બેંકિંગ ક્ષેત્ર(Banking Industry) માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે IBA અને UFBU, AIBOA, AIBASM અને BKSMએ બેંક અધિકારીઓ અને કર્મચારીઓ માટે વેતન સુધારણા સંબંધિત 9મી સંયુક્ત નોંધ અને 12મી સંયુક્ત નોંધ બહાર પાડી છે અને આ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ પણ જુઓ: PM મોદીએ ‘સેલા ટનલ’નું ઉદ્ઘાટન કર્યું, પૂર્વોત્તર રાજ્યને આપી વિકાસ પ્રોજેક્ટની ભેટ

Back to top button