અમદાવાદએજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સોશિયલ મીડિયામાં કેમ ટ્રેન્ડ થઈ રહ્યો છે GPSC હૅશટેગ, શું છે ઉમેદવારોની મુખ્ય માંગો?

અમદાવાદ, 7 માર્ચ 2024, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન(GPSC)ની ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-1,2 (2021)ની મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોએ લખેલા પેપર તપાસવામાં મોટો છબરડો થયો હોવાનો GPSCના ઉમેદવારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.જેથી GPSCની તૈયારી કરતા ઉમેદવારોએ પરીક્ષામાં છબરડાની યોગ્ય તપાસ સહિતની માંગો મુદ્દે આજથી સોશિયલ મીડિયામાં આંદોલન છેડ્યું છે.

GPSCના ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં
GPSCની તૈયારી કરતા ઉમેદવારોનું કહેવું છે કે, GPSC વર્ગ-1,2ની અનેક પ્રક્રિયાઓ હાલ અધ્ધરતાલ જોવા મળી રહી છે. સરકારે GPSC 2024નું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં આ વર્ષે વિવિધ 82 કેડરમાં 1625 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો વર્ગ-1,2ની ભરતીની વાત કરવામાં આવે તો આ વર્ષે 164 પદો પર ભરતી કરવામાં આવશે. કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બર 2024માં આ જાહેરાત પ્રકાશિત થશે જેની પ્રિલિમ પરીક્ષા 2025ના એપ્રિલ મહિનામાં લેવાય શકે છે. પરંતુ સવાલ એ છે કે અગાઉના વર્ષોમાં જાહેર કરવામાં આવેલ ભરતી પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી એવામાં વધુ એક પરીક્ષા માટે તારીખ આપવામાં આવી છે.

છેલ્લી 3 જાહેરાતોની ફાઇનલ યાદી બની નથી
આ પહેલા વર્ષ 2023-24 માટે વર્ગ-1,2ની 283 જગ્યા, 2022-23માં 100 જગ્યા અને વર્ષ 2021-22માં પણ 100 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષની જાહેર થયેલી ભરતીની હજુ ફાઇનલ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. એવામાં GPSC એ આ વર્ષ એટલે કે વર્ષ 2024-25 માટેની ભરતી જાહેર કરી છે. જો પરીક્ષાની માહિતી વિશે વાત કરવામાં આવે તો GPSC advt-30 2021-22માં મુખ્ય પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, ઇન્ટરવ્યૂ થઈ ગયા છે પણ નિમણૂંક પત્ર અપાયા નથી. GPSC Advt. No. 20/2022-23 જાહેરાતમાં પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બાકી છે અને GPSC Advt. 47/2023-24 જેની હાલમાં જ 7 જાન્યુઆરીના રોજ પ્રિલિમ પરીક્ષા યોજાઈ હતી. હવે આ બધાને જોતાં ચોક્કસથી સવાલ ઊભો થાય છે કે છેલ્લી 3 જાહેરાતોની ફાઇનલ યાદી બની નથી ને આ નવી ભરતીની જાહેરાત શું સમયસર લેવામાં આવશે કે કેમ?

GPSC સામે ઉમેદવારોનું ટ્વીટર અભિયાન કેમ?
GPSC જાહેરાત ક્રમાંક:-30ની મુખ્ય પરીક્ષાના પેપર ચેકિંગમાં થયેલા છબરડા માટે
GPSC CDPOની પરીક્ષામાં ગેરરીતિ થઈ અને લાયક વિદ્યાર્થીઓને અન્યાય થયો
ACFની મુખ્ય પરીક્ષાનું 10 મહિના થવા છતાં પરિણામ આવ્યું નથી
Account Officer ની મુખ્ય પરીક્ષાનું 6 મહિના થવા છતાં પરિણામ આવ્યું નથી
DYSOની પ્રાથમિક પરીક્ષાનું હજુ સુધી પરિણામ નથી આવ્યું
GPSC class 1-2 (Adv-47) અને TDO વગેરે જેવી પરીક્ષાઓના પ્રશ્નોમાં અને આન્સરકીમાં ભૂલો છે
GPSC દ્વારા વારંવાર થતી ભૂલોના કારણે ઉમેદવારોને હાઈકોર્ટના ધક્કા ખાવા પડે છે
GPSC ના કારણે લાખો ઉમેદવારોના કિંમતી સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે

શું છે મુખ્ય માંગો?
પરીક્ષાઓ સમયસર લેવાય
UPSC માફક પરીક્ષાની ચોક્કસ તારીખ જાહેર કરો
મેઈન્સ પેપર ચેકીંગ માટે ડિટેઇલ્ડ SOP અને આન્સર કી બનાવો
પ્રાથમિક કસોટીની આન્સર કીમાં ભૂલો ઘટાડીને શૂન્ય કરો
નોડલ અધિકારીની નિમણૂંક
નોટીફિકેશન આવ્યા બાદ ભરતી પ્રક્રિયા 365 દિવસમાં પૂર્ણ કરવી

આ પણ વાંચોઃGujarat Board Exam:ધો.10-12ની પરીક્ષામાં સ્થળ પર જાણો કોણ મોબાઇલ સાથે રાખી શકશે

Back to top button