શું હવે પાન મસાલા-ગુટખા પર લાગશે એકસ્ટ્રા ટેક્સ? જાણો શું કહ્યુ નિર્મલા સીતારમણે?
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે યોજાયેલી GST Councilની 48મી બેઠકમાં કેટલાય મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ છે. GST કાયદા હેઠળ બિન-અપરાધીકરણ, અપીલ ટ્રિબ્યુનલની સ્થાપના અને પાન મસાલા-ગુટખાના બિઝનેસમાં થઇ રહેલી ટેક્સ ચોરી રોકવા માટેની સિસ્ટમ વગેરે જીએસટી પરિષદના મુદ્દાઓમાં સામેલ રહ્યુ. જોકે તેની પર હજુ વિસ્તાર પુર્વક ચર્ચા થઇ શકી નથી.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યુ કે GST Councilની બેઠકમાં સમયની કમીના કારણે તંબાકુ અને ગુટખા પર ટેક્સને લઇને ચર્ચા ન થઇ શકી. નાણાં મંત્રાલયે કહ્યુ કે GST એક્ટમાં ડિક્રિમિનલાઇઝ પર નિર્ણય ન લઇ શકાયો. મતલબ કે આ ભુલોને અપરાધની શ્રેણીમાંથી બહાર રાખવામાં આવી.
રિપોર્ટ અનુસાર GST Counciની બેઠકમાં કેટલાક ગુનાઓને ગુનાઓની શ્રેણીથી બહાર રાખવા પર સહમતિ સધાઇ છે. GST કાયદા હેઠળ કોઇ પણ બાબતમાં અભિયોજન શરૂ કરવાની સીમા બેગણી કરીને 2 કરોડ રુપિયા કરવા પર સહમતિ જતાવાઇ છે.
38 વસ્તુઓ પર વિશેષ ટેક્સ
ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે એક વિશિષ્ટ ટેક્સ આધારિત લેવીનો પ્રસ્તાવ મુક્યો છે. પેનલમાં કુલ 38 આઇટમ્સ પર વિશિષ્ટ ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ અપાયો છે. તેમાં પાન-મસાલા, હુક્કા, ચિલમ, ચાવવાનું તમાકુ જેવી વસ્તુઓ સામેલ છે. આ આઇટમ્સ પર 12 ટકાથી લઇને 69 ટકા વધારાનો ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે. હાલમાં તેની પર 28 ટકાના દરથી GST લાગે છે.
આ પણ વાંચોઃ મહાકુંભ 2025માં રૂ. 204 કરોડના રોકાણનો થયો કરારઃ જાણો દેશ-વિદેશમાં શું થઇ રહી છે તૈયારીઓ