ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનની તમામ 25 સીટો જીતીને હેટ્રીક કરીશું: અમિત શાહ

  • અમિત શાહે રાજસ્થાનના ભીલવાડામાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા
  • શાહે કહ્યું કે, સોનિયાજીનો એક જ એજન્ડા “મારા છોકરાને પ્રધાન મંત્રી બનાવો”
  • અશોક ગેહલોતને પણ પોતાના છોકરામાં મુજાયેલા રહ્યાની ટીપ્પણી કરી હતી

રાજસ્થાન,20 એપ્રિલ: અમિત શાહે ભીલવાડામાં કોંગ્રેસ પર પ્રહાર જોરદાર પ્રહારો કરતા કહ્યું હતું કે, રાજસ્થાનમાં તમામ 25 સીટો જીતીને પીએમ મોદીને ઝોળીમાં આપવાની છે. આ સાથે શાહે  કહ્યું હતું કે,રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંદી દર ત્રણ મહિને વિદેશમાં રજાઓ ગાળવા જતા રહે છે. અને માતા સોનિયા ગાંધીજીનો  એક જ એજન્ડા છે કે મારા છોકરાને પ્રધાનમંત્રી બનાવો જ્યારે મોદીજીનો એજન્ડા છે કે મારા ભારતને મહાન બનાવો. કોંગ્રેસના પરિવારવાદ પર  આરોપ લગાવીને અમિત શાહે કોંગ્રેસના ગાંધી પરિવારની સાથે અશોક ગેહલોત પર પણ નિશાન સાધ્યું હતું,આમ રાજસ્થાનમાં 25 માંથી 12 લોકસભા સીટનું પ્રથમ ચરણમાં મતદાન પુરુ થતાં ભીલવાડા રેલીમાં તમામ 25 સીટો જીતીને હેટ્રીક કરવાનો દાવો માંડ્યો હતો.

રાજસ્થાનમાં કરીશું હેટ્રિક

અમિત શાહે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં સતત ત્રીજીવાર તમામ લોકસભા જીતીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઝોળીમાં આપવાનીછે. શાહે ભીલવાડાના શક્કરગઢમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું હતું કે, કાલે પહેલા તબક્કાનું મતદાન હતું. તમારે પરિણામ જાણવું છે? 12માંથી 12 સીટો નરેન્દ્ર મોદીના ઝોળીમાં પડવાની છે.’ લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં રાજસ્થાનમાં શુક્રવારે 12 લોકસભા સીટ માટે મતદાન થયું હતું.

અશોકજી પોતાના છોકરાની મુંજવણમાં ઘેરાયેલા રહ્યા

ભીલવાડાની સભામાં શાહે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ગેહલોતજીને પણ આડે હાથ લીધા હતા. શાહે કહ્યં હતું કે, ગેહલોત પોતાના છોકરામાં જ અટવાઈને રહી ગયા. તેમનો છોકરો પણ મોટા અંતરથી ચૂંટણી હારવાનો છે. તમામ 25 સીટ ભાજપની ઝોળીમાં જવાની છે.’ વૈભવ ઝાલોરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. શાહે કહ્યું,’ આ ચૂંટણી સ્પષ્ટ રુપથી બે ભાગમાં વહેંચાય ગયેલી છે. એક બાજુ, 12 લાખ કરોડ રુપિયાના ગોટાળા અને ભ્રષ્ટાચારવાળી કોંગ્રેસ પાર્ટી છે. બીજી બાજુ, નરેન્દ્ર મોદી છે, જેના પર 23 વર્ષ સુધી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રહ્યા પછી પણ 25 પૈસાનો પણ આરોપ નથી.’

સોનિયાજીનાો એજન્ડા- ‘મારા છોકરાને પ્રધાનમંત્રી બનાવો’

શાહે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર પણ પ્રહારો કરતા કહ્યું હતું કે તેઓ દર ત્રણ મહીનામાં વિદેશોમાં રજાઓ ગાળવા જતા રહે છે. હમણાં પ્રિયંકાજી ચૂંટણીની વચ્ચે થાઈલેન્ડમાં વેકેશન મનાવીને આવ્યા છે.સોનિયાજીન પર પણ નિસાનો સાધીને કહ્યું હતું કે, ‘એક બાજુ સોનિયા ગાંધીનો એજન્ડા છે કે મારા છોકરાને પ્રધાનમંત્રી બનાવો અને બીજી બાજુ મોદીજીનો એજન્ડા છે કે મારા ભારતને મહાન બનાવો. મોદીજીએ પાછલા 10 વર્ષની અંદર જેટલા પણ વચન આપ્યા છે, તે બધા જ પુરા કર્યા છે’ ભાજપના નેતાએ કહ્યું, ‘રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમયે ન્યાસે કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપ્યુ હતું પણ પોતાની વોટ બેંકની લાલચના કારણે કોંગ્રેસનેતાઓ રામલલાના દર્શન પણ કરવા નહોતા ગયા. જે લોકો વોટબેંકની લાલચના કારણે રામલલાના દર્શન નથી કરતા, તે દેશની જનતા ક્યારેય માફ નહીં કરે’

 આ પણ વાંચો: તો ભાજપ-શિવસેના ગઠબંધન તૂટવાનું કારણ આ હતું? ઉદ્ધવ ઠાકરેએ કર્યો ખુલાસો

Back to top button