ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તો ભાજપ-શિવસેના ગઠબંધન તૂટવાનું કારણ આ હતું? ઉદ્ધવ ઠાકરેએ કર્યો ખુલાસો

મુંબઈ (મહારાષ્ટ્ર), 20 એપ્રિલ: મહારાષ્ટ્રમાં આ વખતે ચૂંટણીનો માહોલ તદ્દન અલગ છે. 2019ની છેલ્લી લોકસભા ચૂંટણી પછી પરંપરાગત “સાંપ્રદાયિક વિરુદ્ધ ધર્મનિરપેક્ષ” લડાઈ નવેસરથી સામે આવી છે. એ વાત કોઈનાથી છૂપી નથી કે, ઉદ્ધવ ઠાકરે રાજકીય ઉથલપાથલનો ભોગ બન્યા અને મહારાષ્ટ્રમાં ફરીવાર NDAની સરકાર બની. એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ શિવસેનામાં ફાટા પડ્યા અને વિરોધ પક્ષમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) અને શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) વચ્ચે ગઠબંધન રચાયું. એટલે કે, ઉદ્ધવ ઠાકરેના નેતાઓએ તેમનો જ ખેલ પાડ્યો અને રાજ્યનું સમીકરણ બદલાયું.  ભાજપ સાથે ગઠબંધન કેવી રીતે તૂટ્યું તે અંગેનો ઉલ્લેખ ખુદ ઉદ્ધવ ઠાકરે કર્યો છે.

BJPએ અહંકાર અને આંકડાનો ખેલ ખેલ્યો

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આની શરૂઆત કેવી રીતે થઈ તે જનતા જાણે છે. અમે “હિંદુત્વ” અને “રાષ્ટ્રવાદ” પર ભાજપ સાથે હતા. પછીથી ભાજપે અમારી આવી દશા કરી નાખી. મારા પિતાએ કહ્યું હતું કે તમે દેશ સંભાળો, અમે રાજ્ય સંભાળીશું. બધું સારી રીતે ચાલી રહ્યું હતું. 2012માં મારા પિતાનું અવસાન થયું, મોદી મારા ઘરે આવ્યા. 2014માં જ્યારે મોદીએ પીએમ તરીકે શપથ લીધા ત્યારે એવું લાગતું હતું કે જાણે કોઈ સપનું સાકાર થયું હોય. અમિત શાહ પાર્ટી અધ્યક્ષ બન્યા પછી તેમની રણનીતિ અલગ બની ગઈ. 2014ની વિધાનસભા ચૂંટણી પહેલા શાહે અમને પૂછ્યું હતું કે, તમે સર્વે કર્યો છે?

એ સમયે મેં કહ્યું કે, અમે લડાઈમાં ઉતરીએ છીએ, સર્વે નથી કરતા. શિવાજીએ કોઈ સર્વે કર્યો નથી. જો સર્વે એમ કહે છે તમે લડાઈ હારી રહ્યો છો તો શું તમે લડાઈ પડતી મૂકશો? પહેલા પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે અને નીતિન ગડકરી જેવા વરિષ્ઠ બીજેપી નેતા જ્યારે સેના સાથે વાતચીત કરતા હતા, ત્યારે ખેંચમતાણ વધી જતી હતી. હવે તેમણે અહંકાર અને આંકડાનો ખેલ ખેલ્યો અને રાજસ્થાનના ભાજપના નેતા ઓમ મધુરને અમારી સાથે વાટાઘાટો કરવા મોકલ્યા. ભાજપે ગણતરી કરી કે, બાળાસાહેબના ગયા પછી પ્રહાર કરવાનો સમય આવી ગયો છે. તેમની ગેરંટીનો ઉપયોગ કરો અને ફેંકી દો. અને 2019માં તેઓએ મારી સાથે આવું જ કર્યું.

દેવેન્દ્ર ફડણવીસે આદિત્યને સીએમ બનાવવાની વાત કરી હતી

ઉદ્ધવ ઠાકરે આગળ વાતચીત કરતાં જણાવ્યું કે, મેં મારા પિતાને વચન આપ્યું હતું કે શિવસેના પાસે મુખ્યમંત્રીપદ હશે. આ બાબતે અમિત શાહ પણ રાજી થયા અને શિવસેના-BJPનો 2.5-2.5 એમ 5 વર્ષનો કાર્યકાળ નક્કી કર્યો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, તેઓ મારા પુત્ર આદિત્યને સીએમનું પદ અપાવશે, અને સ્વયં દિલ્હી જતા રહેશે. તેમણે મને માર જ લોકો સામે જૂઠો પાડ્યો. મને ભાજપનો એક પણ સાથી બતાવો જે આજે ખુશ હોય. આજે NDAમાં માત્ર નાખુશ લોકો છે. તેઓ તેમના નેતાઓ સાથે પણ આવું જ કરી રહ્યા છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં શિંદે જૂથના 3 સાંસદોની ટિકિટ કપાતા નેતાઓ નારાજ, બેઠક વહેંચણી અંગે મતમતાંતર

Back to top button