મનોરંજન

‘પઠાણ’ના ‘બેશરમ રંગ’ માટે કેમ ભગવો રંગ પસંદ કરાયો હતો? ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે મૌન તોડ્યું

  • ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ પહેલીવાર ભગવા રંગની બિકીનીના વિવાદ પર મૌન તોડ્યું
  • બેકગ્રાઉન્ડમાં તડકો, લીલું ઘાસ અને વાદળી પાણી પર ભગવો રંગ સારો લગતા ઉપયોગ કરાયો હતો
  • ‘બેશરમ રંગ’ ગીતમાં દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીનીમાં જોવા મળતા વિવાદ થયો હતો

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની વિવાદાસ્પદ ફિલ્મ ‘પઠાણ‘ના ગીત ‘બેશરમ રંગ‘ પર ઉગ્ર વિવાદ થયો હતો. ગીતમાં દીપિકાએ ભગવા રંગની બિકીની પહેરી હતી, જેના કારણે હિંદુ સંગઠનોએ રસ્તાઓ પર હંગામો કર્યો હતો. સેન્સર બોર્ડે પણ ફિલ્મના ઘણા સીન પર કાતર ફેરવી હતી. જોકે, ફિલ્મ નિર્માતાઓ તરફથી આ સમગ્ર વિવાદ પર ક્યારેય કંઈ કહેવામાં આવ્યું ન હતું. હવે ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ પહેલીવાર ભગવા રંગની બિકીનીના વિવાદ પર બોલ્યો છે. તેણે કહ્યું કે તેઓ કંઈ ખોટું નહોતા કરતા, તેથી તેમને કોઈ ડર ન હતો.

દીપિકાની બિકીની માટે કેમ ભગવો રંગ પસંદ કરાયો હતો ?

ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે ન્યૂઝ18ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભગવો રંગ પસંદ કરવા પાછળ કોઈ ખાસ કારણ ન હતું. આ રંગ જોવામાં સારો લાગતો હતો, તેથી તેને કોસ્ચ્યુમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ગીતનું શૂટિંગ સ્પેનમાં થઈ રહ્યું હતું. બેકગ્રાઉન્ડમાં તડકો હતો અને લીલા ઘાસવાળું મેદાન હતું. પાણીનો રંગ એકદમ વાદળી હતો. આ બેકગ્રાઉન્ડ પર ભગવો રંગ ખૂબ જ સુંદર લાગતો હતો. આને ધ્યાનમાં રાખીને અમે આ રંગ પસંદ કર્યો હતો. સિદ્ધાર્થે આગળ કહ્યું કે ‘અમને ખબર હતી કે દર્શકો જ્યારે ફિલ્મ જોશે ત્યારે તેઓ પોતે જ સમજી જશે કે અમારો ઈરાદો બિલકુલ ખોટો નહોતો.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

ખોટું નહોતું તો ડર કેમ?

ડિરેક્ટર સિદ્ધાર્થે વાતચીત દરમિયાન કહ્યું હતું કે ફિલ્મ રિલીઝ થયા પહેલા ઘણો વિવાદ થયો હોવા છતાં અમે જાણતા હતા કે અમે કંઈ ખોટું કર્યું નથી. એટલા માટે ફિલ્મ સાથે જોડાયેલા તમામ સભ્યોએ આ સમગ્ર વિવાદ પર મૌન સેવ્યું હતું. ફિલ્મને લઈને એમ જ વિરોધ થઇ રહ્યો હતો.

આ પણ વાંચો : શાહરૂખની ‘પઠાણ’ ‘બાહુબલી 2’ને પછાડી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

‘બેશરમ રંગ’ ગીત પર કેમ વિવાદ થયો ?

હકીકતમાં પઠાણના ગીત ‘બેશરમ રંગ’માં દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીનીમાં જોવા મળી હતી. લોકોએ કહ્યું કે ભગવો હિન્દુઓનો પવિત્ર રંગ છે અને તેનો બિકીની માટે ઉપયોગ કરવો યોગ્ય નથી. આ રંગ હિંદુ ધર્મનું પ્રતિક છે, પરંતુ ગીતમાં ભગવો રંગ અને લિરિક્સ બંને જોઈને લાગે છે કે હિંદુ ધર્મનું અપમાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો : જર્મનીમાં પણ ‘પઠાણ’નો નશો , વીડિયો પર શાહરૂખે જાણો શું કહ્યું ?

‘પઠાણ’ 1000 કરોડને પાર

તમને જણાવી દઈએ કે, કોરોના પછી, ‘પઠાણ’ એવી પહેલી ફિલ્મ બની છે જે થિયેટરમાં મહત્તમ દર્શકોને આકર્ષવામાં સફળ રહી છે. ફિલ્મે ભારતમાં લગભગ 600 કરોડની કમાણી કરી છે, જ્યારે પઠાણે વિશ્વભરમાં 1000 કરોડથી વધુની કમાણી કરી છે. પઠાણ એક સ્પાય-થ્રિલર ફિલ્મ છે જેમાં પહેલીવાર શાહરૂખ ખાનનો દમદાર એક્શન અવતાર જોવા મળ્યો છે. 4 વર્ષ પછી, કિંગખાનની ‘પઠાણે’ સાબિત કર્યું કે ખાનનો જાદુ આજે પણ ચાહકોના દિલ પર સારી રીતે ચાલે છે.

Back to top button