અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

EVENING NEWS CAPSULEમાં વાંચો રાજકોટમાં લગાવેલો તિરંગો કેમ ચર્ચામાં, અમદાવાદમાં વધુ એક અકસ્માત, જાણો ક્યા ફિલ્મો ફ્રીમાં બતાવાશે

રાજકોટમાં લગાવાયો સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો તિરંગો
સમગ્ર દેશમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ છે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું હતું. જેને લઈ ગુજરાતના દરેક જિલ્લાઓના લોકો આ અભિયાનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ દેશભક્તિના રંગે રંગાયા છે. ગત વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરમાં લોકોએ ઘરો તેમજ ઓફિસ અને બિલ્ડિંગો ઉપર તિરંગો લહેરાવ્યો છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો તિરંગો લગાવાયો છે.

વધુ વાંચો : રાજકોટમાં લગાવાયો સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો તિરંગો, 250 ફૂટ લાંબો તિરંગો 1 કિમી દૂરથી જ જોઈ શકાશે

ચંદ્રયાન-3 બાદ મિશન ગગનયાનની તૈયારી પૂરજોશમાં
ચંદ્રયાન-3 ટુંક સમયમાં ચંદ્ર પર ઉતરવાનું છે, ત્યારે ઈસરોએ તેના મહત્વકાંક્ષી મિશન ગગનયાનની તૈયારીમાં પૂરજોશમાં લાગી ગયું છે. આ જ ક્રમમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ ડ્રગ પેરાશૂટની તૈનાતીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.ISROએ ગગનયાન મિશન માટે ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પેરાશૂટ અવકાશયાત્રીઓના સુરક્ષિત ઉતરાણમાં મદદ કરશે.આ ક્રૂ મોડ્યુલની ઝડપ ઘટાડશે, તેમજ તેને સ્થિર રાખશે. શનિવારે ઈસરોએ એક વીડિયો જાહેર કરીને તેની જાણકારી આપી હતી.

વધુ વાંચો : ISROએ ગતિરોધક પેરાશૂટ તૈનાતીનું સફળ પરીક્ષણ કર્યું, જૂઓ ઈસરોએ શેર કરેલો શાનદાર નજારો

56% લોકોને સ્વાસ્થ્ય વીમા વિશે ખબર જ નથી
ઈન્ડિયા હેલ્થ ઈન્ડેક્સે જાહેર કર્યું છે કે ટિયર-2 અને ટિયર-3 વિસ્તારોમાં રહેતા ભારતીયો સરેરાશ તેમની ઘરની આવકના 15-20 ટકા તબીબી ખર્ચાઓ પર ખર્ચે છે. ડિજિટલ અને બેંકિંગ નેટવર્ક PayNearby દ્વારા એક પ્રેસ રિલીઝ દ્વારા આ આંકડો જાહેર કરવામાં આવ્યો છે.

વધુ વાંચો : આ શહેરોના લોકો તેમની આવકના 20% સારવાર પર ખર્ચ કરે છે, 56% લોકોને સ્વાસ્થ્ય વીમા વિશે ખબર જ નથી

અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે AMCની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો
દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ છે. ત્યારે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી નિર્ણયનગર સુધી કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ઓપન પાર્ટી પ્લોટ ખાતેથી રાખવામાં આવી હતી.

વધુ વાંચો : અમદાવાદીઓ રાષ્ટ્રપ્રેમમાં રંગાયા : ઘાટલોડિયાથી નિર્ણય નગર સુધી નીકળી તિરંગા યાત્રા, અમિત શાહે કરાવ્યો પ્રારંભ

અમદાવાદમાં બેદરકારીથી બસ પાર્ક કરતા રિક્ષા ઘૂસી ગઈ
અમદાવાદમાં ઈસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માત બાદ જાણે ગ્રહણ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં એક બાદ એક અકસ્માતની ઘટનાો સામે આવી રહી છે. અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાદ શહેરના દધિચી બ્રિજ ઉપર બંધ પડેલ બસ પાછળ રીક્ષા ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.રીક્ષા ચાલક ખૂબ ખરાબ રીતે અંદર ફસાઇ ગયો હતો.

વધુ વાંચો : અમદાવાદ પર અકસ્માતોનું ગ્રહણ, દધિચી બ્રીજ પર અકસ્માત સર્જાતા રોષે ભરાયેલા સ્થાનિકોએ બસમાં કરી તોડફોડ

15 ઓગસ્ટના દિવસે મલ્ટિપ્લેક્સમાં મફતમાં ફિલ્મ જૂઓ
આ વખતે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સ્વતંત્રતા દિવસની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 15 ઓગસ્ટે લખનૌમાં ફિલ્મો ફ્રીમાં બતાવવામાં આવશે. અહીંના તમામ મલ્ટીપ્લેક્સમાં દેશભક્તિની ફિલ્મો બતાવવામાં આવશે. આ ફિલ્મો જોવા માટે દર્શકોએ ટિકિટ ખરીદવી પડશે નહીં. લખનૌ જિલ્લા મેજિસ્ટ્રેટ સૂર્ય પાલ ગંગવારે આ અંગે આદેશ જારી કર્યો છે.

વધુ વાંચો : અહીં 15 ઓગસ્ટના દિવસે મલ્ટિપ્લેક્સમાં જાઓ, મફતમાં મૂવી જુઓ

સુરતમાં આવતીકાલે રિંગ રોડ કાપડ માર્કેટમાં તિરંગાયાત્રા નિકળશે
15મી ઓગસ્ટના રોજ આપણો દેશ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. જેને લઈ ઠેર-ઠેર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ભારત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી “આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ “હર ઘર તિરંગા” કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સુરત શહેરમાં પણ પુર જોશમાં કરવા માટે આયોજન થઈ રહ્યું છે. સુરતમાં આવતી કાલ એટલે કે 14 ઓગસ્ટના રોજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ “હર ઘર તિરંગા” કાર્યક્રમ થશે. જે અંતર્ગત ભવ્ય તિરંગાયાત્રા નિકળશે.

વધુ વાંચો : સુરતમાં આવતીકાલે તિરંગાયાત્રા નિકળશે, જાણો ક્યા બીઆરટીએસ રૂટ પર થશે અસર

Back to top button