ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ISROએ ગતિરોધક પેરાશૂટ તૈનાતીનું સફળ પરીક્ષણ કર્યું, જૂઓ ઈસરોએ શેર કરેલો શાનદાર નજારો

ચંદ્રયાન-3 બાદ મિશન ગગનયાનની તૈયારી પૂરજોશમાં
ISROએ કર્યું ગતિરોધક પેરાશૂટ તૈનાતીનું સફળ પરીક્ષણ

ચંદ્રયાન-3 ટુંક સમયમાં ચંદ્ર પર ઉતરવાનું છે, ત્યારે ઈસરોએ તેના મહત્વકાંક્ષી મિશન ગગનયાનની તૈયારીમાં પૂરજોશમાં લાગી ગયું છે. આ જ ક્રમમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ ડ્રગ પેરાશૂટની તૈનાતીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.ISROએ ગગનયાન મિશન માટે ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પેરાશૂટ અવકાશયાત્રીઓના સુરક્ષિત ઉતરાણમાં મદદ કરશે.આ ક્રૂ મોડ્યુલની ઝડપ ઘટાડશે, તેમજ તેને સ્થિર રાખશે. શનિવારે ઈસરોએ એક વીડિયો જાહેર કરીને તેની જાણકારી આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર,ISRO મિશન ગગનયાનની તૈયારી કરી રહ્યું છે. ગગનયાનમાં ત્રણ સભ્યોની એક ટીમને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ કડીના ભાગરૂપે ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ગગનયાનમાં પેરાશૂટ હશે કે, જે અંતરિક્ષમાંથી પરત આવતી વખતે ક્રુ મોડ્યુલને સ્થિર કરવા તથા તેમની ઝડપને મર્યાદિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવશે. આ અંગે ISROએ જણાવ્યું છે કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર એ 8 થી 10 ઓગસ્ટ દરમિયાન ચંદીગઢની ટર્મિનલ બેલિસ્ટિક રિસર્ચ લેબોરેટરીના રેલ ટ્રેક્ડ રોકેટ સ્લેજ પર ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ DRDO અને એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

પરીક્ષણ ત્રણ તબક્કામાં કરવામાં આવે છે
ગગનયાનના અવકાશયાત્રીઓના ઉતરાણ દરમિયાન જોવા મળેલી પરિસ્થિતિઓ પરીક્ષણ દરમિયાન બનાવવામાં આવી હતી અને આ પરિસ્થિતિઓમાં પેરાશૂટની કામગીરી તપાસવામાં આવી હતી. પરીક્ષણ 3 પગલામાં કરવામાં આવ્યું હતું.પ્રથમ પરીક્ષણમાં, પેરાશૂટનો મહત્તમ રીફેડ લોડ તપાસવામાં આવ્યો હતો. આમાં પેરાશૂટ દોરડાઓ ખેંચીને રીફિંગ લાઇનને ટૂંકી કરવી સામેલ હતી. આ લેન્ડિંગ દરમિયાન ક્રૂ-મોડ્યુલની ઝડપ વધારે છે.બીજા પરીક્ષણમાં, પેરાશૂટના મહત્તમ ડિસ્ફ્રીડ લોડની તપાસ કરવામાં આવી હતી. આમાં, પેરાશૂટના દોરડાને ઢીલા છોડી દેવામાં આવ્યા હતા અને રૈફિંગ લાઇનને વિસ્તૃત કરવામાં આવી હતી.આ લેન્ડિંગ દરમિયાન ક્રૂ-મોડ્યુલની ઝડપ ઘટાડે છે. જ્યારેત્રીજા પરીક્ષણમાં, પેરાશૂટને મહત્તમ એંગલ ઓફ એટેક પર ખોલવામાં આવ્યું હતું.

આ મહિને લોન્ચ થશે પ્રથમ અબૉર્ટ મિશન
ISROના વડા એસ સોમનાથે તાજેતરમાં એક કાર્યક્રમમાં માહિતી આપી હતી કે દેશનું પ્રથમ માનવયુક્ત અવકાશ અબૉર્ટ મિશન આ વર્ષે ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે. ખરેખરમાં ગગનયાન ઇસરોનો એક પ્રોજેક્ટ છે, તેમાં ત્રણ મિશન હશે.તેનું પહેલું મિશન માનવરહિત હશે. બીજા મિશનમાં એક રોબોટ મોકલવામાં આવશે અને છેલ્લા એટલે કે ત્રીજા મિશનમાં ત્રણ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે. બીજું મિશન આવતા વર્ષે એટલે કે 2024માં લોન્ચ કરવામાં આવશે. જો મિશન સફળ થશે તો ઈતિહાસ રચાશે.

SMPS પરીક્ષણ પણ સફળ રીતે કરાયું
અગાઉ ISRO એ 20 જુલાઈના રોજ તમિલનાડુના મહેન્દ્રગિરીમાં ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ ખાતે ગગનયાન સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ગગનયાનનું સર્વિસ મોડ્યુલ બાય-પ્રોપેલેન્ટ આધારિત પ્રોપલ્શન સિસ્ટમ છે. જે અવકાશમાં જતી વખતે ઓર્બિટલ મોડ્યુલની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આમાં ઓર્બિટ ઈન્જેક્શન, સર્ક્યુલરાઈઝેશન, ઓન-ઓર્બિટ કંટ્રોલ, ડી-બૂસ્ટ મેન્યુવર અને એબોર્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : 47 વર્ષ પછી રશિયાએ મોકલ્યું તેનું ચંદ્ર મિશન, ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર ઉતરશે!

Back to top button