ટ્રેન્ડિંગસ્પોર્ટસ

આખરે કેમ સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોને સ્વિટ્ઝર્લેન્ડ સામેની મેચમાં બહાર રાખવામાં આવ્યો ?

હાલમાં કતાર ખાતે રમાઈ રહેલ ફિફા વર્લ્ડ કપમાં ફૂટબોલ ચાહકોની હોટ ફેવરિટ ટીમ પોર્ટુગલે ફિફા વર્લ્ડ કપ 2022ની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પરંતુ સ્વિટ્ઝર્લેન્ડ સામે પ્રિ- ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વનો પ્રખ્યાત ખેલાડી રોનાલ્ડો મેચમાંથી ખસેડવામાં આવ્યો હતો એટલે કે તે પ્લેઈંગ-11નો ભાગ નહોતો. હવે આ મુદ્દો લોકોની ચર્ચાનો મુદ્દો બન્યો છે.

આ પણ વાંચો : મેસ્સી મેજિક : આર્જેન્ટિના આઠ વર્ષ બાદ પહોંચ્યું ક્વાર્ટર ફાઇનલમાં

રોનાલ્ડોને કેમ બહાર મૂકવામાં આવ્યો?

મેચ બાદ પોર્ટુગલના મેનેજર ફર્નાન્ડો સેન્ટોસે મીડિયાને કહ્યું કે અમે પહેલા જ કહી દીધું છે કે રોનાલ્ડોને બહાર રાખવાનો નિર્ણય ગેમ પ્લાન હતો. દરેક ખેલાડીની અલગ-અલગ ભૂમિકા હોય છે અને તે ભૂમિકા અનુસાર વસ્તુઓ નક્કી કરવામાં આવે છે.જ્યારે રોનાલ્ડોના સ્ટાર્ટિંગ-11માંથી બહાર થવાની વાત સામે આવી તો દરેક ફેન્સને આશ્ચર્ય થયું. પરંતુ પોર્ટુગલના મેનેજર ફર્નાન્ડો સેન્ટોસે સ્પષ્ટ કર્યું કે તે તેના ગેમ પ્લાનનો ભાગ હતો અને તેમાં તેની ટીમ સફળ રહી હતી.

જ્યારે રોનાલ્ડોને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો ત્યારે એવી અટકળો લગાવવામાં આવી હતી કે પોર્ટુગલ ટીમમાં કશું બરાબર નથી. પરંતુ મેનેજરે સ્પષ્ટ કર્યું કે આવું કંઈ નથી, આ વસ્તુઓ રમતની સાથેનો એક ભાગ હોય છે. ટીમના હિતમાં લેવાયેલા નિર્ણયથી કોઈ ખેલાડીને કોઈ વાંધો ન હોવો જોઈએ, કારણ કે  રોનાલ્ડો એક મહાન ખેલાડી અને મહાન કેપ્ટન છે.

પોર્ટુગલે આ મેચમાં રોનાલ્ડોને બદલે ગોંકાલો રામોસને પ્લેઈંગ-11માં સ્થાન આપવામાં આવ્યું હતું. ટીમની આ વ્યૂહરચના કામ કરી ગઈ હતી અને ગોનકાલો રામોસે આ મેચમાં ત્રણ ગોલ કર્યા હતા. જો કે રોનાલ્ડોને બાદમાં મેદાન પર પાછો લાવવામાં આવ્યો હતો અને મેચની 71મી મિનિટે તેના સ્થાને પાછો આવ્યો હતો.

પોર્ટુગલે ત્રીજી વખત પહોંચ્યુ વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં

અત્રે ઉલ્લેખનીય છે કે પોર્ટુગલે ત્રીજી વખત વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. ટીમ અગાઉ પણ વર્ષ 1966 અને વર્ષ 2006માં પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. આ વખતે આ ટીમ શનિવારે ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કો સામે ટકરાશે, જેણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પેનલ્ટી શૂટ-આઉટમાં સ્પેનને 3-0થી હરાવ્યું હતું.

ક્વાર્ટર-ફાઇનલ મેચ શેડ્યૂલ (ભારતીય સમય)

9 ડિસેમ્બર બ્રાઝિલ વિ ક્રોએશિયા (રાત્રે 8.30)

10 ડિસેમ્બર નેધરલેન્ડ વિ આર્જેન્ટિના (12.30 PM)

10 ડિસેમ્બર પોર્ટુગલ વિ મોરોક્કો (રાત્રે 8.30)

11 ડિસેમ્બર ઇંગ્લેન્ડ વિ ફ્રાન્સ (રાત્રે 12.30)

Election Result Update Hum Dekhenge News

Back to top button