ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

જુની જંત્રીનો આજે હતો છેલ્લો દીવસ : રાજ્યભરમાં રેકોર્ડબ્રેક મિલ્કત દસ્તાવેજની નોંધણી થઈ

Text To Speech
  • સબ રજિસ્ટ્રાર કચેરીઓને સ્લોટ પૂરા ન થાય ત્યાં સુધી ખુલ્લી રાખવા આદેશ
  • ગુરૂવારથી નવી જંત્રી લાગુ થઈ જશે
  • સરકારે જંત્રીમાં ડબલ વધારો કર્યો હતો

જુની જંત્રી મુજબ મિલ્કત દસ્તાવેજની નોંધણીનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે રાજ્યભરમાં આજે રેકોર્ડબ્રેક મિલ્કત દસ્તાવેજની નોંધણી થઈ હતી. આ ઉપરાંત દસ્તાવેજ નોંધણી માટે અરજદારોના ધસારાને લઇને તમામ શહેર અને જિલ્લાની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓને સ્લોટ પુરા ન થાય ત્યાં સુધી ચાલુ રાખવા માટે આદેશ કરાયેલ છે. દરમિયાન મિલ્કત દસ્તાવેજની નોંધણી માટે સ્લોટ બુક નહીં કરાવનારા અરજદારોના દસ્તાવેજ આજે સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી થવા પામેલ ન હતા.

આવતા બે દિવસ રજા રહેશે

કાલે સ્વાતંત્ર્ય પર્વ અને ત્યારબાદ તા.16ના પતેતીની રજા હોય આગામી ગુરૂવારથી નવી જંત્રી મુજબ દસ્તાવેજની નોંધણી લાગુ કરી દેવામાં આવનાર છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર દ્વારા ગત તા. 15-4થી રાજયભરમાં નવી જંત્રીના દર લાગુ કરી દેવામાં આવેલ છે. આ દરમિયાન બિલ્ડર એસો. અને રેવન્યુ બાર એસો.ની રજુઆતના પગલે જેઓએ ચાર જુના સ્ટેમ્પ પેપર પર દસ્તાવેજ નોંધણીનો લાભ આપવામાં આવેલ હતો. અગાઉથી તા.15-4 પહેલા સહી થયેલ અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ લેખ ગત તા.14-4થી ચાર માસ એટલે કે તા. 14-8 સુધી દસ્તાવેજના નોંધણી જુની જંત્રીનો લાભ આપવાનું જાહેર કરવામાં આવેલ હતું. હવે તા. 17ને ગુરૂવારથી નવી જંત્રી મુજબ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની નોંધણી થશે.

Back to top button