આજે નાગપાંચમ, શ્રાવણ મહિનામાં જ કેમ ઉજવવામાં આવે છે આ તહેવાર?

આજે નાગપાંચમ એટલે કે 16 ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં નાગપાંચમની ઉજવણી થઇ રહી છે.ત્યારે આજે અમે તમને જણાવીશું કે કેમ શ્રાવણ મહિનામાં જ નાગપાંચમનો તહેવાર આવે છે. અને તેની પાછળની શું છે કથા તો આવો જાણીએ…નાગપાંચમનું મહત્વ…શ્રાવણ મહિનામાં હિંદુઓના અનેક મોટા તહેવારો આવે છે અને તેમાં નાગપાંચમ પણ એક છે. કેટલાક સ્થાન પર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની નાગપાંચમ તો કેટલાક સ્થાન પર શુક્લ પક્ષની પંચમીને નાગપાંચમ તરીકે ઉજવવામાં આવે છે.
ભગવાન શિવ અને તેમની 5 નાગપુત્રીઓ
ભગવાન શિવ અને દેવી પાર્વતીને 5 કન્યાઓનો જન્મ થયો. તે પાંચ કન્યાઓ નાગરૂપમાં હતી. શિવજીની લીલાના કારણે તેમનો જન્મ થવાથી દેવ પાર્વતીને તેની જાણકારી નહોતી. પરંતુ શિવજીએ પોતાની આ પુત્રીઓ વિશે જાણકારી હતી અને તેઓ તેમને મળવા માટે દરરોજ જતા હતા. દેવી પાર્વતીને શંકા થવા લાગી કે આખરે મહાદેવ રોજ જાય છે ક્યા. એક દિવસ દેવી પાર્વતી ભગવાન શિવજી પાછળ ગયા અને જોયું તો તે શિવજી નાગ કન્યાઓ સાથે રમી રહ્યા હતા. આ જોઈને પાર્વતીજીને ગુસ્સો આવ્યો પરંતુ શિવજીએ તેમને સમજાવ્યા કે આ તેમની જ પુત્રીઓ છે. આ 5 નાગ કન્યાઓ પૃથ્વી પર મનુષ્યનું કલ્યાણ કરશે. શ્રાવણ મહિનામાં જે કોઈ તેમની પૂજા કરશે તેમના પરિવારમાં સર્પદંશનો ભય નહીં રહેશે. તેમની કૃપાથી ધનની પ્રાપ્તિ પણ થશે.
જનમેજયના નાગયજ્ઞથી બચવા માટે
શ્રાવણમાં નાગ પૂજા પાછળ એક અન્ય કથા પણ પુરણોમાં જોવા મળે છે. જે મુજબ જનમેજયના નાગ યજ્ઞમાં સળગવાથી બચવા માટે નાગવંશી નાગોએ આસ્તિક મુનિ અને રાજા જનમેજયને કહ્યું કે શ્રાવણ મહિનાની પાંચમ પર જે લોકો નાગવંશી નાગોની પૂજા કરશે તેમના ઘરમાં નાગ દંશનો ભય નહીં રહે। જે લોકો આસ્તિક મુનિનું નામ બોલશે તેમનું નામ ઘરની બહાર લખશે તેમના ઘરમાં પણ નાગ પ્રવેશ નહીં કરે. એટલા માટે શ્રાવણ મહિનામાં નાગની પૂજા કરવામાં આવે છે. આરીતે આસ્તિક મુનિએ રાજા જનમેજયના યજ્ઞમાં નાગોની રક્ષા કરી હતી.
આ નાગની થાય છે પૂજા
નાગપંચમીના દિવસે ભગવાન શિવના ગળામાં હાર બનેલા વાસુકી નાગ, ભગવાન વિષ્ણુની શૈય્યા બનેલા શેષનાગ, કાલિયા નાગ અને તક્ષક નાગની મુખ્યરૂપે પૂજા કરવામાં આવે છે. નાગપંચમીના દિવસે સાપને દૂધ પીવડાવવામાં આવે છે.











