મુસ્લિમ સમુદાયનો ફર્ટિલિટી રેટ કેમ એક મુદ્દો રહ્યો છે, શા માટે તેઓ વિશ્વમાં સૌથી વધુ છે?
- મુસ્લિમ પરિવારોમાં વધુ બાળકો પેદા કરવાનો મુદ્દો હંમેશા વિવાદિત રહ્યો છે
HD ન્યૂઝ ડેસ્ક, 25 એપ્રિલ: મુસ્લિમ પરિવારોમાં વધુ બાળકો પેદા કરવાને લઈને હંમેશા વિવાદ રહ્યો છે. ઓછામાં ઓછું આપણે ભારતના કિસ્સામાં આ જોઈ શકીએ છીએ. ઘણીવાર એવો આક્ષેપ કરવામાં આવે છે કે, આ ધાર્મિક સમુદાય તેમની સંખ્યા મહત્તમ બને તે માટે વિવિધ યુક્તિઓ અપનાવી રહી છે. વૈશ્વિક નેતાઓ પણ આ વાત કહી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે એક રેલીને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તામાં આવે છે, તો તે ઘૂસણખોરો અને વધુ બાળકો ધરાવતા પરિવારોમાં દેશની સંપત્તિ વહેંચી શકે છે. એવું માનવામાં આવે છે કે વધુ બાળકો હોવાનો મુદ્દો મુસ્લિમો પર આરોપ હતો. પરંતુ શું આ આરોપ ખરેખર સાચો છે? શું તેઓ ખરેખર વધુ બાળકોને જન્મ આપે છે કે પછી તે એક માત્ર ભ્રમણા છે? જો હા, તો શું આ ફક્ત ભારતમાં જ છે, કે વિશ્વમાં પણ આ જ પદ્ધતિ છે? જાણો, કયા ધર્મનો પ્રજનન દર કેટલો છે અને તેની શું અસર થશે?
પ્રજનન દર અથવા ફર્ટિલિટી રેટનો અર્થ એવો થાય છે કે કોઈ ખાસ વસ્તીમાં 15-49 વર્ષની વચ્ચે રહેલી મહિલાઓ સરેરાશ કેટલા બાળકોને જન્મ આપી શકે છે.
વિશ્વમાં ઇસ્લામ સૌથી વધુ ધાર્મિક અનુયાયીઓ ધરાવતો સમુદાય બની જશે!
વર્ષ 1900માં, મુસ્લિમોની વસ્તી વિશ્વની કુલ વસ્તીના 12% જેટલી હતી. પરંતુ ત્યારબાદની સદી દરમિયાન આ વસ્તી ઝડપથી વધી. હવે પ્યુ રિસર્ચ સેન્ટર દાવો કરી રહ્યું છે કે, વર્ષ 2050 સુધીમાં આ ધાર્મિક વસ્તી વધીને 30 ટકા થઈ જશે. મહત્ત્વપૂર્ણ છે કે, વર્ષ 2010માં જ ઈસ્લામ 1.6 અબજ અનુયાયીઓ સાથે વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ બની ગયો હતો. પ્યુ રિસર્ચમાં વર્ષ-દર-વર્ષના આંકડા આપતાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેમની ધાર્મિક વસ્તી ઝડપથી વધી રહી છે, જે વર્ષ 2050 સુધીમાં ખ્રિસ્તી ધર્મનું સ્થાન લઈને વિશ્વની સૌથી મોટી ધાર્મિક વસ્તી ધરાવતો સમુદાય બની જશે.
મુસ્લિમોમાં ફર્ટિલિટી રેટ વધારે
ફ્યુચર ઑફ વર્લ્ડ રિલીજિયન પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ધાર્મિક વસ્તીનો વધારો અને ઘટાડો મોટાભાગે તેનાથી પણ પ્રભાવિત થાય છે કે તેમની મહિલાઓ (સ્ત્રીઓ) કેટલા બાળકોને જન્મ આપી રહી છે. આ પ્રજનન દર છે. વર્તમાન પ્રજનન દરની વાત કરીએ તો, મુસ્લિમ મહિલાઓનો પ્રજનન દર સૌથી વધુ રહેલો છે. આ વૈશ્વિક અને સ્થાનિક બંને કિસ્સાઓમાં દૃશ્યમાન છે.
ભારતમાં શું છે હિસાબ-કિતાબ?
2019 અને 2021ની વચ્ચે, ઇસ્લામને અનુસરતા પરિવારોનો જન્મ દર 2.3 હતો. આ અન્ય સમુદાયોની સરખામણીમાં ઘણો વધારે છે. પરંતુ તેનું બીજું પાસું પણ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા પણ કહે છે કે, અગાઉ આ દર તેના કરતાં પણ વધારે હતો. વર્ષ 2015માં પણ પ્રજનન દર 2.6 ટકા નોંધાયો હતો. નેવુંના દાયકામાં તે 4.4 ટકા હતો. જેનો એવો અર્થ થાય છે કે, સરેરાશ મુસ્લિમ મહિલા 4થી 5 બાળકોને જન્મ આપતી હતી.
હિન્દુઓ અને અન્ય સમુદાયોના આંકડા શું કહે છે?
જો આપણે હિન્દુઓની વાત કરીએ તો તે ઘટીને 1.94 ટકા થઈ ગયો છે. આ પછી 1.88 ટકા સાથે ખ્રિસ્તી ધર્મને અનુસરનારા લોકો આવે છે. જો કે, હાલમાં ધાર્મિક સમુદાયો વિશે વિશ્વસનીય ડેટા ઉપલબ્ધ નથી. છેલ્લી વસ્તી ગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી, જ્યારે ભારતમાં 17.22 કરોડ મુસ્લિમો હતા, જે દેશની કુલ વસ્તીના 14.2 ટકા હતા.
ઇસ્લામિક દેશોમાં પ્રજનનક્ષમતા સૌથી વધુ
ભારત ઉપરાંત વિશ્વમાં મુસ્લિમોની વસ્તી પણ ઝડપથી વધી છે. જો આપણે માત્ર મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોની વાત કરીએ તો ઘણા આંકડા સ્પષ્ટપણે જોવા મળે છે. ઉદાહરણ તરીકે, મુસ્લિમ દેશ નાઇજરમાં, એક મહિલા સરેરાશ 7 બાળકોને જન્મ આપે છે. આ પછી ટૉપ 10માં સામેલ તમામ દેશોમાં પ્રજનન દર વિશ્વમાં સૌથી વધુ છે. જેમાં કોંગો, માલી, ચાડ, યુગાન્ડા, સોમાલિયા, દક્ષિણ સુદાન, બુરુન્ડી અને ગિનીનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના આફ્રિકન દેશો છે, જ્યાં ઇસ્લામ ફેલાયેલો છે. જો આપણે આરબ દેશો પર નજર કરીએ તો ત્યાં સરેરાશ પ્રજનન દર 3.1 છે.
શું ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ટોચ પરથી બીજા સ્થાને જશે?
આને સમજવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેમિલી સ્ટડીઝે એક સંશોધન કર્યું હતું. તે દર્શાવે છે કે, સરેરાશ અમેરિકન મહિલા 1.9 બાળકોને જન્મ આપે છે. જેની સરખામણી રિપ્લેસમેન્ટ રેટ સાથે કરવામાં આવી હતી. રિપ્લેસમેન્ટ રેટ એ બાળકોની એ સંખ્યા છે જે કોઈ દંપતીને તેમના પ્રજનન સમયગાળા દરમિયાન જન્મ થયા હોવા જોઈએ. જેમાં જેટલા મૃત્યુ પામ્યા, તેમના સ્થાને ઓછામાં ઓછા તેટલા જ બાળકોના જન્મ થયાં. તેનાથી સંતુલન જળવાઈ રહે. પરંતુ અમેરિકન ખ્રિસ્તી સમુદાયના કિસ્સામાં, સ્ત્રીઓ જે દરે બાળકોને જન્મ આપે છે તેના કરતાં રિપ્લેસમેન્ટ રેટ ઘણો વધારે છે. આવી સ્થિતિમાં ખ્રિસ્તીઓની વસ્તી ઘટતી રહેશે.
જન્મ દર કેમ ઊંચો છે?
ફ્યુચર ઓફ રિલીજિયન અનુસાર, તેનું સૌથી મોટું કારણ મહિલાઓના વહેલા લગ્ન છે. જ્યારે વિકસિત દેશોમાં આ સરેરાશ 26.2 વર્ષ છે, ત્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં આ સરેરાશ ઘટીને 20 થઈ જાય છે. આ માત્ર એક ડેટા છે. મોટાભાગના ઇસ્લામિક દેશોમાં, છોકરીઓ તરુણાવસ્થામાં પહોંચતાની સાથે જ તેમના લગ્ન કરી દેવામાં આવે છે. જેમ જેમ તેઓની ઉંમર થાય છે તેમ તેમ તેમનામાં ભણતરનું પ્રમાણ ઘટતું જાય છે. કુટુંબ નિયોજન વિશે કોઈ ચોક્કસ માહિતી હોતી નથી. તેમ જ તેમનામાં તેટલી તાકાત પણ હોતી નથી કે તેઓ ઝડપી કે વધુ બાળકો કરવાનો વિરોધ કરી શકે. બીજી બાજુ, અન્ય ધર્મોમાં, મોડા લગ્નને કારણે, બાળકોને જન્મ આપવાનાં વર્ષો આપોઆપ ઘટી જાય છે. આની પણ અસર થાય છે.
શિક્ષણ સાથે પ્રજનન દર કેટલો સંબંધિત છે?
NFHS સર્વે પણ આ વાત સ્વીકારે છે. આ મુજબ, જે મહિલાઓ શાળાએ જઈ શકતી નથી તેમની પાસે 12મું પાસ કરેલી મહિલાઓ કરતાં વધુ બાળકો હશે. છેલ્લી વસ્તીગણતરી અનુસાર, મુસ્લિમ સાક્ષરતા દર લગભગ 68 ટકા સાથે દેશમાં સૌથી ઓછો હતો. આ વસ્તી વધારાના મુદ્દા સાથે પણ જોડાયેલું છે. જો કે, ઘણા પરિવારો ગર્ભપાતને ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ જુએ છે અને તેનો વિરોધ કરે છે. આ કારણોસર પણ, પ્રોડક્ટિવ ઉંમર દરમિયાન થતા લગ્નોમાં વધુ બાળકો જન્મે છે.
આ પણ જુઓ: મુસ્લિમોને અનામત આપવા કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે મોટો ખેલ પાડ્યો? જાણો શું થયું