ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ગરમીમાં કેમ વધી જાય છે મેલેરિયા અને ડેંગ્યૂનો ખતરો? જાણો ખાસ વાતો

  • દરવાજાની જાળી ખુલ્લી રાખવાથી મચ્છરો ઘરમાં પ્રવેશી શકે છે. મચ્છરજાળીમાં એક નાનું કાણું પણ મચ્છરના હુમલાનું કારણ બની શકે છે. ગરમીમાં મચ્છરજન્ય રોગ મલેરિયા અને ડેંગ્યૂનો ખતરો પણ વધી જાય છે

ઉનાળા દરમિયાન લોકો રજાઓનો સંપૂર્ણ આનંદ માણવાના મુડમાં હોય છે, પરંતુ દુઃખની વાત એ છે કે મલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો પણ આ સીઝનમાં જ ઝડપથી વધે છે. દરવાજાની જાળી ખુલ્લી રાખવાથી મચ્છરો આખા ઘરમાં પ્રવેશી શકે છે. મચ્છરજાળીમાં એક નાનું કાણું પણ મચ્છરના હુમલાનું કારણ બની શકે છે. ગરમીમાં મચ્છરજન્ય રોગ મલેરિયા અને ડેંગ્યૂનો ખતરો પણ વધી જાય છે.

ઘણા લોકો મચ્છરોને દૂર રાખવા માટે મોસ્કિટો રીપેલન્ટ ક્રીમ લગાવે છે અથવા જાળીનો ઉપયોગ કરે છે, પરંતુ તેમ છતાં મચ્છરો દરેક જગ્યાએ પહોંચી જ જતા હોય છે. આજે આપણે જાણીશું કે તેમની વસ્તી વધવાનું કારણ શું છે? તેઓ રોગો કેવી રીતે ફેલાવે છે? અને કયા પ્રકારના મચ્છર સૌથી ખતરનાક છે? તેનાથી બચવા શું કરવું જોઈએ?

ગરમીમાં કેમ વધી જાય છે મેલેરિયા અને ડેંગ્યૂનો ખતરો hum dekhenge news

ઉનાળામાં પણ રહે છે મચ્છરનો આતંક

ગરમીની સીઝન મચ્છરો વધવાનું મુખ્ય કારણ છે. વધેલું તાપમાન મચ્છરોની જિંદગીને વધારે છે અને આ સીઝનમાં તેમની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે. આપણી ઉનાળાની આદતો પણ મચ્છરજન્ય રોગોમાં વધારો કરી શકે છે. આપણે ગરમીમાં વધુ સમય બહાર રહીએ છીએ જેના કારણે મચ્છર કરડવાનો ખતરો વધી જાય છે. આ ઉપરાંત ગરમીની સીઝનમાં લોકો ઘરની આસપાસ કન્ટેનરમાં પાણીનો સંગ્રહ વધુ કરે છે. જેમાં મચ્છરોની ઉત્પત્તિ ઝડપથી થાય છે.

મચ્છર કેમ કરડે છે?

મચ્છરનો ખોરાક લોહી છે, તેથી તે આપણને કરડે છે. માદા મચ્છરને ઇંડા આપવા માટે પ્રોટીનની જરૂર હોય છે. તેઓ ત્વચાને વીંધે છે, લોહી ચૂસે છે અને લાળનો સ્ત્રાવ કરે છે, એ લાળ ખંજવાળનું કારણ બને છે. નર મચ્છર કરડતા નથી, તેઓ માત્ર લોહી ચૂસે છે.

ગરમીમાં કેમ વધી જાય છે મેલેરિયા અને ડેંગ્યૂનો ખતરો hum dekhenge news

મચ્છર કેટલા પ્રકારના હોય છે?

સમગ્ર વિશ્વમાં મચ્છરોની 3,000 થી વધુ પ્રજાતિઓ છે, દરેકના દેખાવ, વર્તન અને તેમના દ્વારા પ્રસરતી બીમારીઓમાં થોડો તફાવત હોય છે. મચ્છરની માત્ર 100 પ્રજાતિઓ છે જે મનુષ્યને કરડે છે. મચ્છર વિવિધ વિસ્તારોમાં મળી શકે છે, જેમાં ભીની જમીન, જંગલો, રણ અને શહેરી વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. મચ્છરની પ્રજાતિઓ તેમના નિવાસ સ્થાન પર આધારિત છે.

મચ્છરોની કેટલીક પ્રજાતિઓ છે જે ખરેખર શિકારી છે, તે અન્ય જંતુઓ અને કૃમિ ખાય છે. આ પ્રકારના મચ્છરો જંતુઓની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. મચ્છર જીવનના ચાર જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે. જેમ કે ઈંડા, લાર્વા, પ્યૂપા અને પુખ્ત. પ્રજાતિઓ અને આબોહવા પર આધાર રાખીને સમગ્ર જીવનચક્ર પૂરું કરવામાં તેમને એક અઠવાડિયું લાગી શકે છે.

મચ્છરોની ઘણી પ્રજાતિઓ છે જે વિવિધ પ્રકારના ગંભીર રોગો ફેલાવે છે. એનોફિલિસ મચ્છર મેલેરિયા જેવી ગંભીર બીમારીઓનું કારણ બને છે. આ જીવલેણ બીમારી ખાસ કરીને નાના બાળકોને પ્રભાવિત કરે છે. ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોમાં મેલેરિયા એ મુખ્ય આરોગ્ય ચિંતા છે.

આ પણ વાંચોઃ Redmi ભારતમાં સ્પેશિયલ એડિશન Redmi Note 13 Pro+ 5G લોન્ચ કરશે

Back to top button