રશ્મિકા મંદાના કેમ ઘરના નોકરને પગે લાગે છે? શું કહે છે ‘પુષ્પા’ ગર્લ?
રશ્મિકા સુમન અને મદન મંદાનાની પુત્રી છે, તેણે 2016માં Kirik Party ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. રશ્મિકા મંદાના અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ બાદ ‘સીતા રામમ’ અને ‘ગુડબાય’ ફિલ્મમાં જોવા મળી હતી. રશ્મિકાની લોકપ્રિયતા ‘પુષ્પા’ બાદ ખુબ જ વધી ગઇ છે. ખાસ કરીને તેના સોંગ ‘શ્રીવલ્લી’ને લોકોએ ખુબ પસંદ કર્યુ છે. રશ્મિકાએ તેના છેલ્લા ઇન્ટરવ્યુમાં એમ કહીને બધાને હેરાન કરી દીધા હતા કે જ્યારે તે ઘરે જાય છે ત્યારે તેના કામવાળાઓને પગે લાગે છે.
રશ્મિકા મંદાના એવા પરિવારમાં ઉછરી છે, જ્યાં માનવીય મુલ્યોની કદર કરવામાં આવે છે. રશ્મિકાએ જણાવ્યુ કે જ્યારે તે ફેમિલીને મળવા જાય છે તો પોતાના ઘરના સભ્યોને પગે લાગે છે. હેરાન કરનારી વાત એ હતી કે રશ્મિકાએ કહ્યુ કે જ્યારે તે ઘરે જાય છે ત્યારે ત્યાં કામ કરનારી મેડને પણ પગે લાગે છે.
રશ્મિકા કેમ કરે છે આવું?
રશ્મિકા કહે છે કે આવુ તે એટલે કરે છે કેમકે તે કોઇ પણ વ્યક્તિ વચ્ચે ફર્ક રાખવા ઇચ્છતી નથી. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે મારા માટે નાની નાની વાતોનું મહત્ત્વ છે. હું ઉઠું અને મારા પાલતુ જાનવરો સાથે સમય વીતાવુ અને મારા મિત્રોને મળું. આ બધી બાબતો મને ખુશ કરે છે. મારી નાની નાની બાબતોને હું ડાયરીમાં લખુ છુ. મારી આદત છે કે હું ઘરે જઉં ત્યારે બધાને પગે લાગું છુ. જેથી હું દરેક વ્યક્તિનું રિસ્પેક્ટ કરી શકું. હું મારા ઘરે કામ કરનાર તમામને પગે લાગુ છુ કેમકે હું તેમનામાં કોઇ ફર્ક કરવા ઇચ્છતી નથી.
પેરેન્ટ્સને ખબર નથી કે રશ્મિકા શું કરે છે
રશ્મિકા કહે છે કે મારા માતા પિતા મારી પર ખુબ ગર્વ કરે છે, પરંતુ હું શું કરુ છુ તે એમને ખબર નથી કેમકે મારી ફેમિલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ડિસ્કનેક્ટેડ છે. તેમને અહેસાસ નથી કે તેમની દિકરી શું કરી રહી છે. મને જ્યારે એવોર્ડ મળે છે ત્યારે તેમને સારુ લાગે છે.
આ પણ વાંચોઃ સલમાન ખાન ધમકી વચ્ચે કોલકાતામાં પરફોર્મ કરશે? આયોજકે આપ્યો જવાબ