BCCIને હાર્દિક પંડ્યા પર કેમ ભરોસો છે? T20 વર્લ્ડ કપના આંકડામાં છુપાયેલો છે જવાબ
- હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયા માટે અત્યાર સુધીમાં ત્રણ T20 વર્લ્ડ કપ રમ્યા
- આ T20 વર્લ્ડ કપના સમયગાળા દરમિયાન હાર્દિકે બેટિંગની સાથે – સાથે બોલિંગમાં પણ કર્યું છે શાનદાર પ્રદર્શન
મુંબઈ, 3 મે: T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે, જેની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે કરશે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં હાર્દિક પંડ્યાનો ઓલરાઉન્ડર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. પ્લેઇંગ 11માં તે ક્યાંકને ક્યાંક ટીમની પહેલી પસંદ બનવા જઈ રહ્યો છે, કારણ કે હાર્દિકને ટીમનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. જો કે IPLમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી જેના કારણે તેની પસંદગી પર સવાલો ઉઠી રહ્યા છે.
BCCIએ હાર્દિક પંડ્યા પર શા માટે લગાવ્યો દાવ?
હાર્દિક પંડ્યા ભલે અત્યારે ફોર્મમાં ન હોય પરંતુ તેનો અનુભવ ઘણો ઉપયોગી થઈ શકે છે. તે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં ત્રણ T20 વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે. તે T20 વર્લ્ડ કપ 2016, 2021 અને 2022માં ભારતીય ટીમનો ભાગ રહ્યો છે. હાર્દિક પંડ્યા તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે અને તે ફાસ્ટ બોલર પણ છે, જેની T20 ફોર્મેટમાં સૌથી વધુ જરૂર છે. તે જ સમયે T20 વર્લ્ડ કપમાં પણ હાર્દિકનું પ્રદર્શન સારું રહ્યું છે.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યા અંગે પૂર્વ ભારતીય ક્રિકેટરનું મોટું નિવેદન, કહ્યું ટ્રોલ કરનારા જલ્દી ફેન બની જશે
T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન
હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 16 T20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 136.53ની સ્ટ્રાઈક રેટ અને 23.66ની એવરેજથી 213 રન બનાવ્યા છે. જેમાં છેલ્લા T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી અડધી સદીની ઈનિંગ્સનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, આ મેચોમાં હાર્દિક પંડ્યાએ 25.30ની એવરેજ અને 9.13ની ઈકોનોમી સાથે 13 વિકેટ પણ લીધી છે. આ આંકડાઓને કારણે જ પંડ્યા પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ICC Rankings: ટેસ્ટમાં નંબર 1નો તાજ ભારત પાસેથી છીનવાયો, હવે આ ટીમ પહોંચી ટોપમાં