ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ભારતની અર્થવ્યવસ્થાની ચિંતા અમેરિકાને સતાવવા લાગી, દેશને Xenophobia ગણાવ્યો

વૉશિંગ્ટન (અમેરિકા), 02 મે 2024: અમેરિકી પ્રમુખ જો બાઇડને કહ્યું કે ભારત જેવા દેશો ઝેનોફોબિક (xenophobic) છે. આર્થિક શક્તિ તરીકે તેમના પાછળ રહેવાનું આ જ કારણ છે. બાઇડને કહ્યું કે, ભારત, ચીન, જાપાન અને રશિયા જેવા દેશો Xenophobia છે. જેના કારણે તેમની અર્થવ્યવસ્થા પર અસર પડી છે. ઝેનોફોબિક એટલે એક પ્રકારનો ડર હોય છે, જે બહારના લોકોને આવતા અટકાવે છે. બાઇડને કહ્યું કે, ભારત, ચીન, રશિયા જેવા દેશો બહારના લોકોને આવકારતા નથી. આ જ કારણ છે કે તેમની અર્થવ્યવસ્થા વધુ વિકાસ કરી શકી નથી.

બાઇડને ભારતને ઝેનોફોબિક ગણાવ્યું

બાઇડને એક કાર્યક્રમમાં કહ્યું, ‘આપણી અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. આનું એક કારણ છે કે, આપણે અને અન્ય લોકો પણ સખત મહેનત કરી રહ્યા છીએ. આ એટલા માટે છે કારણ કે અમે સ્થળાંતર કરનારાઓને આવકારીએ છીએ. ચીનનું ઉદાહરણ આપતા બાઇડને કહ્યું, ‘ચીનનું અર્થતંત્ર કેમ પડી ભાંગ્યું? જાપાન શા માટે મુશ્કેલીમાં છે? ભારત અને રશિયાની સ્થિતિ શું છે ? આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તેઓ Xenophobia છે. આ લોકો ઇમિગ્રેન્ટ્સને નથી ઇચ્છતા. પરંતુ સ્થળાંતર કરનારાઓએ જ અમને મજબૂત બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે IMFએ 2023ની સરખામણીમાં આ વર્ષે વૈશ્વિક મંદીની આગાહી કરી છે.

IMFનું અનુમાન છે કે જાપાનની વૃદ્ધિ 0.9% રહેશે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશનો વિકાસ દર 6.8% રહેશે. ગ્લોબલ મોનેટરી ફંડે પણ પોતાના અનુમાનમાં કહ્યું છે કે અમેરિકાનો આર્થિક વિકાસ દર 2.7% રહેશે. ગયા વર્ષની સરખામણીમાં થોડો સુધારો થશે કારણ કે 2023માં તે માત્ર 2.5% જ રહ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકાની અર્થવ્યવસ્થામાં આ સુધારો ઇમિગ્રન્ટ્સના આગમનને કારણે થશે. આ લોકો વર્કફોર્સમાં જોડાશે અને તેનાથી અર્થતંત્રને પણ મદદ મળવાની અપેક્ષા છે.

ચૂંટણી પહેલાં પરપ્રાંતીયોની સંખ્યા મુદ્દો બની

અમેરિકા વારંવાર કહે છે કે, અમે આફ્રિકાથી લઈને એશિયા સુધી લોકોનું સ્વાગત કરીએ છીએ. આના કારણે દેશનો વિકાસ વધ્યો છે. અમેરિકામાં ભારતીય મૂળના હજારો લોકો વસે છે. જો કે, વસાહતીઓની વધતી સંખ્યા પણ અમેરિકન રાજકારણમાં એક મુદ્દો રહ્યો છે. એટલું જ નહીં, ત્યાં હેટ ક્રાઇમના બનાવો પણ વધ્યા છે. આ વર્ષે નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં પરપ્રાંતીયોની વધતી જતી સંખ્યા ફરીએક વાર મુદ્દો બની ગઈ છે. પ્રમુખ બાઇડન આ મુદ્દાને લઈને ઘણીવાર ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી ચૂક્યા છે અને તેમના પર નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: ઈઝરાયેલના નેત્યનાહુ સામે ધરપકડ વોરન્ટ જાહેર કરાતા ICCને અમેરિકાએ આપી ચેેતવણી

Back to top button