રાહુલ ગાંધી માતાને મળવા જતા કેમ અચાનક સફેદ ટી-શર્ટ અને ચપ્પલ પહેરી ટ્રકમાં ચડયા
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના આત્મવિશ્વાસમાં બેસક વધારો થયો છે .રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ “ભારત જોડો યાત્રાએ” સંપૂર્ણ રીતે સફળતા મેળવી છે. કોંગ્રેસ ભૂતપૂર્વ વડા રાહુલ ગાંધીના ટ્રક વિઝ્યુઅલ અને વીડિયો તમે પણ સોસીયલ મેડિયા પર જોયા જ હશે. રાહુલ ગાંધી અચાનક સોમવારની અડધી રાત્રે ચંડીગઢ હાઇવે પર ટ્રક ડ્રાઈવરોની સમસ્યાઓ જાણવા માટે ચપ્પલ પહેરી ટ્રકમાં બેઠા હતા. રાહુલએ તેમની સાથે દિલ્હીથી ચંદીગઢ સુધીની મુસાફરી કરી હતી .સોમવારે માતાને મળવા જતા અચાનક રાહુલ ગાંધી રાત્રે આ યાત્રા હાથ ધરી હતી. તેમના ટ્રેડમાર્ક સફેદ ટી-શર્ટ પહેરીને, એક ટ્રકની અંદર બેઠેલા, ડ્રાઇવર સાથે મુસાફરી કરતા અને ઢાબા પર ડ્રાઇવરો સાથે વાત કરતા સોમવારની રાત્રે જોવા મળ્યા હતા .
આ પણ વાંચો :કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના ટ્વિટર બાયોમાંથી ‘BJP’ હટાવી દેતા કોંગ્રેસે માર્યો ટોણો
રાહુલ ગાંધીએ ટ્રક ડ્રાઈવરોની ‘મન કી બાત’ સાંભળવાનું કામ કર્યું
કોંગ્રેસે કહ્યું કે, રાહુલજીએ, ભારતના રસ્તાઓ પર લગભગ 90 લાખ ટ્રક ડ્રાઈવરોની સમસ્યાઓ જાણવા તેમની સાથે મુસાફરી કરી, તેમની ‘મન કી બાત’ સાંભળવાનું કામ કર્યું છે. ગાંધી મંગળવારે વહેલી સવારે અંબાલા-ચંદીગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અંબાલા શહેરના એક ગુરુદ્વારા પાસે પણ રોકાયા હતા અને ત્યાં પૂજા અર્ચના કરી હતી.
કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોટોઝ કરાયા શેર
કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના વડા સુપ્રિયા શ્રીનાતે ગાંધીજીની ટ્રકમાં મુસાફરી કરતા અને ટ્રક ડ્રાઈવરો સાથે મુલાકાત કરતા ફોટા અને વીડિઓ શેર કર્યા હતા.રાહુલ ગાંધી એક અલગ વ્યક્તિ છે. આ ગરમીમાં પણ આખી રાત ટ્રક ચાલકો સાથે બેસીને તેમની સમસ્યાઓ સાંભળવી હોય કે પછી ટ્રકમાં મુસાફરી કરવી હોય તેઓ જનતાની સમસ્યા દુર થાય તે માટે કઈક પણ કરવા તૈયાર છે.
આ પણ વાંચો:Gujarat : રાહુલ ગાંધી બાદ તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં માનહાનિનો કેસ