અન્નુ કપૂરે કંગના રનૌતની માફી કેમ માગવી પડી? પોસ્ટ શેર કરીને કરી સ્પષ્ટતા
- અન્નુ કપૂરે તાજેતરમાં કંગના રનૌત પર કરી હતી ટિપ્પણી
- કંગના પર ટિપ્પણી કરવાના કારણે અન્નુ સોશિયલ મીડિયા યુઝર્સની નજરમાં આવી ગયા હતા
- અભિનેત્રીએ તેમના નિવેદન પર પ્રતિક્રિયા પણ આપી. જો કે, અન્નુ કપૂર હવે કંગના રનૌત પર કરેલી ટિપ્પણી પર કરી રહ્યા છે પસ્તાવો
મુંબઈ, 23 જૂન: અન્નુ કપૂરે હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌત વિશે એવી ટિપ્પણી કરી હતી કે, જેના કારણે તેઓ સોશિયલ મીડિયા યુઝર્સની નજરમાં આવી ગયા હતા અને ટોલ થઈ રહ્યા હતા. વાસ્તવમાં, હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અન્નુ કપૂરને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા જવાન દ્વારા કંગના રનૌતને થપ્પડ મારવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. આના પર પોતાની પ્રતિક્રિયા આપવાને બદલે અભિનેતાએ કંગના પર અજીબોગરીબ ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. અન્નુ કપૂરે કહ્યું- ‘કોણ છે આ કંગના જી? કોઈ મોટી હિરોઈન છે? બહુ સુંદર છે શું?’ અન્નુ કપૂરનો આ જવાબ સાંભળીને બધા ચોંકી ગયા હતા. આ નિવેદન બાદ અન્નુ કપૂર પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા હતા.
અન્નુ કપૂરના નિવેદન બાદ ‘ક્વીન’ એક્ટ્રેસે પણ જડબાતોડ વળતો જવાબ આપ્યો હતો. કંગના રનૌતે ઇન્સ્ટા સ્ટોરી પર અન્નુ કપૂરની પ્રેસ કોન્ફરન્સની ક્લિપ શેર કરી અને કેપ્શનમાં લખ્યું, ‘શું તમે અન્નુ કપૂર જી સાથે સહમત છો કે અમે એક સફળ મહિલાને નફરત કરીએ છીએ’. કંગનાની આ પોસ્ટ બાદ હવે તાજેતરમાં જ અન્નુ કપૂરે પોતાની આ ભૂલ માટે માફી માંગી છે અને 7 મુદ્દાઓ દ્વારા આ મામલે પોતાની સ્પષ્ટતા આપી છે.
અન્નુ કપૂરે માંગી કંગનાની માફી
અન્નુ કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે પોતાને વરિષ્ઠ નાગરિક ગણાવ્યા છે અને કંગના રનૌતને બહેન કહીને સંબોધ્યા છે. અભિનેતાએ લખ્યું છે કે, મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કેટલાક અર્થહીન નિવેદનો પ્રકાશમાં આવી રહ્યા છે, તેથી મેં વિચાર્યું કે મારે કેટલાક તથ્યો જાહેર કરવા જોઈએ. અન્નુ કપૂરે લખ્યું કે હું ટીવી, ન્યૂઝ ચેનલ, ઓટીટી અને ન્યૂઝપેપર વાંચતો નથી. કોઈપણ દેશની સિસ્ટમ કે કાયદા અને નિયમોની જાણકારી ન રાખીને ભૂલ કરવી એ ગુનો હોઈ શકે છે, પરંતુ કોઈ ચોક્કસ વ્યક્તિ કે સ્થળને ન જાણવું એ ગુનો નથી.
તેમણે લખ્યું કે હું તમને (કંગનાને) નથી ઓળખતો અને આ વાતને તમે મહિલાનું અપમાન કરવા માટે સામેલ ના કરશો. તે જ સમયે, અન્નુ કપૂરે અભિનેત્રીને સલાહ પણ આપી હતી કે જ્યારે મીડિયા પ્રશ્નો પૂછે છે, તો સમજી લેવું કે તેમને મસાલા જોઈએ છે, જે તેમને મારી નિખાલસતાના કારણે મળ્યું છે. મને ધર્મ અને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી કારણ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી, તેથી અધર્મ સાથે પણ કોઈ સંબંધ નથી. જો તમે મારા કહેવાથી ગુસ્સે થાવ છો, તો કૃપા કરીને મને માફ કરો. આ સિવાય અન્નુએ પોતાની પોસ્ટમાં શું લખ્યું છે તે જૂઓ અહીં:
I am responsible for what I Speak and I am Not responsible for what others understand. Jai Hind Vande Matram 🙏🙏 pic.twitter.com/p0rX9ETbm3
— ANNU KAPOOR (@annukapoor_) June 22, 2024
શું હતો સમગ્ર મામલો?
6 જૂને જ્યારે કંગના રનૌત દિલ્હી જઈ રહી હતી ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર એક ઓન-ડ્યુટી CICF મહિલા જવાને તેમના પર હાથ ઉપાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પાછળથી, એવું પણ પ્રકાશમાં આવ્યું કે કંગના રનૌતને થપ્પડ મારનાર કોન્સ્ટેબલનું નામ કુલવિંદર કૌર છે, જે એક મહિલા CISF કર્મચારી છે અને કંગના રનૌત દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબની મહિલાઓ પર કરેલી ટિપ્પણીથી નારાજ હતી, જેના કારણે તેણીએ અભિનેત્રીને થપ્પડ મારી હતી.
આ પણ વાંચો: સંજય લીલા ભણસાલી પર ભડક્યા અનુ કપૂર, કહ્યું જૂતા અને ચપ્પલ….