ટ્રેન્ડિંગમનોરંજન

સંજય લીલા ભણસાલી પર ભડક્યા અનુ કપૂર, કહ્યું જૂતા અને ચપ્પલ….

  • હિન્દુ ધર્મનું અપમાન કરવાનો લગાવ્યો આરોપ

મુંબઈ, 21 જૂન, બોલિવૂડ એક્ટર અન્નુ કપૂર આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘હમારે બારહ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝ પહેલા અન્નુ કપૂર અને ફિલ્મના મેકર્સે ફિલ્મના પ્રમોશન માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંજય લીલા ભણસાલીનું નામ સાંભળીને અન્નુ કપૂર ગુસ્સે થઈ ગયા હતા. અન્નુ કપૂરે સંજય લીલા ભણસાલી પર હિન્દુ ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે અન્નુએ કંગના રનૌત પર પણ નિશાન સાધ્યું છે.

અનુ કપૂરે સંજય લીલા ભણસાલીની ટીકા કરી 
બોમ્બે હાઈકોર્ટના નિર્ણય બાદ અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ આજે એટલે કે, 21 જૂન સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મની રિલીઝ પહેલા અન્નુ કપૂર અને ફિલ્મના મેકર્સે ફિલ્મના પ્રમોશન માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંજય લીલા ભણસાલીનું નામ સાંભળીને અન્નુ કપૂર ગુસ્સે થઈ ગયા હતા. અન્નુ કપૂરે કહ્યું કે સંજય લીલા ભણસાલી હિન્દુ ધર્મનું અપમાન કરે છે. અન્નુ કપૂરે ‘હમારા બારહ’ના પ્રમોશન દરમિયાન કંગના રનૌત વિશે પણ ઘણું કહ્યું છે. અન્નુ કપૂરે હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલી પર હિન્દુઓની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે સંજય લીલા ભણસાલીએ હંમેશા હિંદુ ભાવનાઓની મજાક ઉડાવી છે. પોતાની ફિલ્મ ‘હમારા બારહ’ના પ્રમોશન દરમિયાન અન્નુ કપૂરે મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ફિલ્મ પદ્માવતમાં પણ તેણે હિન્દુઓની મજાક ઉડાવી છે.
અન્નુ કપૂરને કેમ આવ્યો ગુસ્સો ?
વાસ્તવમાં અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ પર ઈસ્લામનું અપમાન કરવાનો આરોપ હતો. ફિલ્મ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો અને સંવાદો હટાવી દીધા હતા અને ત્યારબાદ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો અને કહ્યું, ‘સંજય લીલા ભણસાલી પણ ફિલ્મો બનાવે છે, પરંતુ ક્યારેય કોઈ સમુદાય વિશે ખરાબ વાત નથી કરતા’. આ સાંભળીને અન્નુ કપૂર ગુસ્સે થઈ ગયા હતા. અન્નુ કપૂરે ગુસ્સે થઈને કહ્યું, “‘પદ્માવત’માં, શું સંજય લીલા ભણસાલીએ હિંદુ ધર્મને ખૂબ જ સન્માનજનક રીતે દર્શાવી છે? હું કોઈ ધર્મનો નથી. હું નાસ્તિક માણસ છું. મેં ધાર્મિક ચર્ચા પણ નથી કરી, મારામાં એટલો ઘમંડ નથી. જે વ્યક્તિનું તમે હમણાં જ નામ લીધું છે, તે કેવા પ્રકારની ફિલ્મો બનાવે છે અને તેણે હિંદુ ધર્મનું કેટલું અપમાન કર્યું છે… તેમના પર જૂતાં અને ચપ્પલ પણ પડ્યા છે. આ સાથે અન્નુએ કંગના પર પણ નિશાન સાધ્યું છે.
અન્નુ કપૂરે કંગનાને લઈને ચોંકાવનારી આપી પ્રતિક્રિયા 
અન્નુ કપૂરે ‘હમારા બારહ’ના પ્રમોશન દરમિયાન કંગના રનૌત વિશે ઘણું કહ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, ‘આ કંગના કોણ છે, શું તે સુંદર છે?’, એટલે કે અભિનેતાએ કંગનાને ઓળખવાની જ ના પાડી દીધી છે. જ્યારે અન્નુ કપૂરને કંગના રનૌતની થપ્પડ મારવાની ઘટના વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ કંગના રનૌત જી કોણ છે? શું તે મોટી હિરોઈન છે? તે સુંદર છે. તેનો જવાબ સાંભળીને ત્યાં બેઠેલા બધા ચોંકી ગયા હતા. આ પછી, અભિનેતાને કોઈએ કહ્યું કે તાજેતરમાં જ તે મંડી બેઠક પરથી કંગના ચૂંટણી જીતી છે. અને તે નવા ચૂંટાયેલા સાંસદ છે. તેના પર અભિનેતાએ કહ્યું કે ઓહો તે પણ થયું. અન્નુ કપૂરે વધુમાં કહ્યું કે જો હું આવું કંઈક કહું તો સૌથી પહેલા ખબર પડશે કે અન્નુ કપૂર બકવાસ વાતો કરે છે અને જો કોઈ મને થપ્પડ મારશે તો હું કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈશ.

આ પણ વાંચોઃ ‘હમારે બારહ’ને રિલીઝ કરવાની બોમ્બે હાઈકોર્ટે આપી મંજૂરી, જાણો કોર્ટે કઈ શરત મૂકી

Back to top button