ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

શા માટે એક્ટર રામ ચરણ નાયડુના શપથ સમારંભમાં ઈમોશનલ થયો?

Text To Speech
  • ચંદ્રાબાબૂ નાયડૂ બાદ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર અને જનસેનાના સંસ્થાપક પવન કલ્યાણે પણ ડેપ્યુટી સીએમ તરીકેના શપથ લીધા છે

12 જૂન, વિજયવાડાઃ આંધ્રપ્રદેશને નવા મુખ્યમંત્રી મળી ગયા છે. ટીડીપી અધ્યક્ષ ચંદ્રાબાબૂ નાયડૂ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે. નાયડૂએ ચોથી વખત સીએમ પદના શપથ લીધા છે. વિજયવાડામાં આજે 12 જૂનને બુધવારે યોજાયેલા શપથ સમારંભમાં નાયડૂ ઉપરાંત ટીડીપી અને સહયોગી પક્ષોના નેતાઓએ પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. નાયડૂ બાદ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર અને જનસેનાના સંસ્થાપક પવન કલ્યાણે પણ ડેપ્યુટી સીએમ તરીકેના શપથ લીધા છે.

શપથગ્રહણ સમારંભ દરમિયાન સાઉથના અનેક સુપરસ્ટારનો મેળો જામ્યો હતો. શપથગ્રહણ સમારંભ દરમિયાન રજનીકાંત અને ચિંરજીવી પણ હાજર રહ્યા હતા. આ સમારંભમાં એવો સમય પણ આવ્યો જે વર્ષો સુધી યાદ રહેશે.

ઈમોશનલ થયો રામ ચરણ

શપથ સમારંભમાં અભિનેતા રામ ચરણ અત્યંત ભાવુક થઈ ગયો હતો. રામ ચરણના પિતા ચિરંજીવી પીએમ મોદીનો હાથ પકડીને તેમને સ્ટેજ પર આગળ લઈ ગયા. પીએમ મોદી અને ચિરંજીવીની સાથે પવન કલ્યાણ પણ સ્ટેજ પર સામે આવ્યો. ચિરંજીવીએ પીએમ મોદીનો અને પીએમે પવન કલ્યાણનો હાથ પકડેલો હતો. ત્રણેયે હાથ ઉઠાવીને જનતાનું અભિવાદન કર્યું. ચિરંજીવી અને કાકા પવન કલ્યાણને પીએમ સાથે જોઈને રામ ચરણ ભાવુક થઈ ગયો. ત્યારબાદ પીએમ રજનીકાંતને મળ્યા. પીએમ સ્ટેજ પર હાજર અન્ય નેતાઓને પણ મળ્યા.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ કહ્યું, ‘હું મૂંઝવણમાં છું, મારે શું પસંદ કરવું જોઈએ, રાયબરેલી કે વાયનાડ?

Back to top button