ચૂંટણી 2024ટ્રેન્ડિંગમનોરંજન

ચૂંટણીમાં જબરજસ્ત પ્રદર્શન બાદ પવન કલ્યાણે કર્યા PMના વખાણ, મોદીએ કહ્યું, આ પવન નથી, તોફાન છે!

  • પવન કલ્યાણે ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ તેના ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે. પવન કલ્યાણ સતત અનેક ખાસ લોકોને મળી રહ્યા છે

7 જૂન, નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 9 જૂને વડાપ્રધાન પદના શપથ લેશે. પીએમ મોદીના શપથ ગ્રહણ પહેલા એનડીએ સંસદીય દળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં તમામ એનડીએ પક્ષોના ટોચના નેતાઓ અને સાંસદોએ ભાગ લીધો હતો. આ દરમિયાન જીતન રામ માંઝી, અનુપ્રિયા પટેલ અને સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણે પીએમ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. પવન કલ્યાણે આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પિથમપુરા સીટ પરથી જંગી જીત મેળવી છે. પવન કલ્યાણે ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ તેના ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે. પવન કલ્યાણ સતત અનેક ખાસ લોકોને મળી રહ્યા છે. એનડીએની બેઠક પહેલા પવન કલ્યાણ તેમની પત્ની અને પુત્ર સાથે પીએમ મોદીને મળ્યા હતા.

પવન કલ્યાણનું નિવેદન ચર્ચામાં

એનડીએ સરકારની રચના પહેલા પવન કલ્યાણે દિલ્હીમાં એનડીએની બેઠકમાં પણ હાજરી આપી હતી, જેમણે નરેન્દ્ર મોદીને ફરીથી વડા પ્રધાન બનાવવા માટે સમર્થન આપ્યું હતું અને આ દરમિયાન તેમણે પીએમ મોદીની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી. તેમનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પવન કલ્યાણ ચંદ્રબાબુ નાયડુના એ નિવેદન વિશે વાત કરી રહ્યા છે જ્યારે તેમણે 2014માં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દેશ પર 15 વર્ષ શાસન કરશે.

પવન કલ્યાણે PM મોદી વિશે શું કહ્યું?

પવન કલ્યાણે કહ્યું- ‘વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, જનસેના તરફથી મારી હાર્દિક શુભેચ્છાઓ અને હું ભાગ્યશાળી છું કે મને એ જ સ્થાન પર રહેવાની તક મળી, જ્યાં ચંદ્રાબાબુ નાયડુજીએ કહ્યું હતું કે તમે મોદીજીને 15 વર્ષ સુધી આ દેશ પર શાસન કરતા જોઈ શકશો અને તે થઈ રહ્યું છે સર. મોદીજી તમે ખરેખર દેશને પ્રેરણા આપી છે. મોદીજી, જ્યાં સુધી તમે આ દેશના વડાપ્રધાન છો, આપણો દેશ ક્યારેય કોઈની સામે ઝૂકશે નહીં.

આ પવન નથી, આંધી છેઃ પીએમ

સાઉથના સુપરસ્ટાર અને સાંસદ પવન કલ્યાણની પાર્ટી જન સેનાએ લોકસભાની ચૂંટણીઓમાં શાનદાર જીત મેળવી છે. દરેક વ્યક્તિ પવન કલ્યાણને અભિનંદન આપી રહ્યા છે. શપથવિધિ પહેલા યોજાયેલી એનડીએની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પવન કલ્યાણના વખાણ કરતા ખુદને રોકી શક્યા ન હતા. તેમણે કહ્યું, આમનું નામ પવન ભલે હોય, તે પવન નહિ, આંધી છે.

આ પણ વાંચોઃ સંસદ સંકુલમાં કો-સ્ટાર કંગના રણૌતને જોતા જ ખુશ થયા ચિરાગ પાસવાન, કર્યું સ્વાગત

Back to top button