BJP સાંસદ મનોજ તિવારીને વારાણસીમાં એક મહિલાએ કેમ બંધક બનાવ્યા?
વારાણસી, 27 મે: અંતિમ તબક્કા માટે ઉત્તર પ્રદેશની વારાણસી સહિત 13 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ તબક્કા દરમિયાન સૌથી વધુ ચર્ચા વારાણસી લોકસભા બેઠકની છે, જ્યાંથી પીએમ નરેન્દ્ર મોદી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક માટે ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન બીજેપી સાંસદ અને દિલ્હી બીજેપીના પૂર્વ અધ્યક્ષ મનોજ તિવારી પણ પ્રચાર કરી રહ્યા છે.
મનોજ તિવારીને ચૂંટણી પ્રચાર દરમિયાન એક મહિલાએ બનાવ્યા બંધક
મનોજ તિવારીના ચૂંટણી પ્રચાર દરમિયાન એક ઘટના બની હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મનોજ તિવારીએ પોતે શેર કર્યો છે અને જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમને એક મહિલા દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા.
મહિલાએ સાંસદને કેમ બનાવ્યા બંધક?
આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું છે કે, ‘કાશીની એક મહિલાએ તેના પુત્ર સાથે ઓળખાણ કરાવવા માટે મને બંધક બનાવ્યો હતો.’ આ વીડિયોમાં એક મહિલા પણ જોવા મળી રહી છે અને તે તેના પુત્રને ફોન કરીને તેને બીજેપી સાંસદ સાથે ઓળખાણ કરાવી રહી છે.
મહિલાએ પુત્રને ફોન કરીને બોલાવ્યો
મહિલાએ તેના પુત્રને ફોન કરીને કહ્યું કે, ‘મનોજ તિવારીજી આવ્યા છે અને ઘરે બેઠા છે. જલ્દીથી દુકાનને આવી જા, તે અહીં જ બેઠા છે. આ પછી વીડિયોમાં જોવા મળે છે કે મનોજ તિવારી એક લારી વાળા સાથે ઉભા છે અને મહિલા પણ ત્યાં ઉભી છે. મહિલાની સાથે એક બાળક પણ ઉભું છે. આ દરમિયાન ઘણા લોકો ત્યાં હાજર છે અને મનોજ તિવારી તેમનું અભિવાદન સ્વીકારી રહ્યા છે.
અહીં જૂઓ વીડિયો:
जब मनोज तिवारी को काशी की एक महिला ने अपने बेटे से मिलवाने के लिये बनाया बंधक #ModiAgainIn2024 pic.twitter.com/U0aliTTmMY
— Manoj Tiwari (मोदी का परिवार) 🇮🇳 (@ManojTiwariMP) May 27, 2024
આ પછી, મનોજ તિવારી ફરીથી તેમની દુકાનની અંદર જાય છે અને મહિલાનો પુત્ર તેમની સાથે સેલ્ફી લે છે. ઉલ્લેખનીય છે કે મનોજ તિવારીના ગીતો ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. લોકો ખાસ કરીને તેમના ભોજપુરી ગીતોના દિવાના છે. જો કે હવે મનોજ તિવારી લાંબા સમયથી રાજકારણમાં સંપૂર્ણ રીતે સક્રિય છે.
આ પણ વાંચો: કપ-રકાબી ધોઈ અને ચા પીરસીને મોટો થયો છું: ચૂંટણી રેલીમાં PM મોદીએ શું કહ્યું?