ગૌહર ખાનને મત આપતા કોણે રોકી? જાણો સમગ્ર હકીકત
- ગૌહર ખાનને વોટિંગ દરમિયાન સમસ્યાનો કરવો પડ્યો સામનો
- પહેલાં જે બૂથ ઉપર ગઈ ત્યાં તેનું નામ નહોતું તેથી થઈ મોટી ગેરસમજ
- બીજા બૂથ પર જઈને ગૌહર ખાને આપ્યો પોતાનો મત
મુંબઈ, 20 મે: ગૌહર ખાનને આજે મતદાન દરમિયાન સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં, સોમવારે, એક સાચા ભારતીય નાગરિક તરીકે ગૌહર ખાન તે જગ્યાએ ગઈ જ્યાં તેની બિલ્ડિંગના અન્ય લોકો મતદાન કરવા જઈ રહ્યા હતા, પરંતુ જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે તેને મત આપવા દેવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં તે ગુસ્સે થઈ ગઈ. તેણે સોશિયલ મીડિયા પર મેનેજમેન્ટની ટીકા કરતી સ્ટોરી પોસ્ટ કરી અને પ્રશ્ન પણ ઉઠાવ્યો કે તેને શા માટે મતદાન કરવાની મંજૂરી આપવામાં આવતી નથી?
ગૌહર ખાનની પહેલી સ્ટોરી
એક બૂથ ઉપર પહોંચેલી ગૌહર ખાને મતદાન નહીં કરી શકતા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે જ્યારે તે મતદાન કેન્દ્ર પર પહોંચી ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેનું નામ મતદાર યાદીમાં નથી અને તેથી તેને મતદાન કરવાની મંજૂરી આપી શકાતી નથી. ગૌહરે કહ્યું કે ખૂબ જ વિચિત્ર વાત એ છે કે તે હાલમાં જે બિલ્ડિંગમાં રહે છે તેમાં તેના અને તેના પતિના નામ નોંધાયેલા છે. છતાં તેઓના નામ મતદાર યાદીમાં નથી અને જે લોકો ઘણા વર્ષો પહેલા બિલ્ડીંગ છોડીને ગયા હતા તેમના નામ યાદીમાં છે.
ગૌહર ખાનની બીજી સ્ટોરી
જોકે, ત્યાંથી કોઈના સૂચન બાદ તે અન્ય મતદાન મથકે પહોંચી હતી જ્યાં મતદાર યાદીમાં તેનું નામ હતું અને તે મતદાન કરી શકી હતી. પોતાની પહેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં ચૂંટણીપંચ વિશે ટીકા-ટિપ્પણી કર્યા બાદ ગૌહર ખાન બીજા બૂથ પર ગઈ અને ત્યાં તે મત આપી શકી હતી. આ પછી ગૌહર ખાને તેની જૂની સ્ટોરી ડિલીટ કરી અને બીજી સ્ટોરી પોસ્ટ કરી. જેમાં તેણે લોકોને કહ્યું કે ગમે તેટલી મુસીબત આવે, કોઈ તમને મદદ કરે કે ન કરે, તમે તમારો મત અવશ્ય આપો.