ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

આ કારણે ઉત્તરપ્રદેશના એક આખા ગામે મતદાનનો કર્યો બહિષ્કાર

  • ગામમાં લોકોએ ચારેય બાજુ મતદાનના બહિષ્કારના લગાવ્યા પોસ્ટર
  • દરેક મતદાન મથકની બહાર મતદાનનો કરી રહ્યા છે ગામ લોકો વિરોધ

યુપી, 20 મે: છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો માટે આજે પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે પરંતુ કૌશામ્બીનું એક ગામ એવું છે જ્યાં હજુ સુધી એક પણ મતદાન થયું નથી. મળતી માહિતી મુજબ, કૌશામ્બીના સિરાથુ તહસીલના હિસામપુર માડો ગામના હજારો ગ્રામવાસીઓએ વોટ આપવાનો ઇનકાર કરી દીધો છે.

ગામ લોકો કરી રહ્યા છે મતદાનનો વિરોધ

આ ગામમાં લોકોએ ચારેય બાજુ મતદાનના બહિષ્કારના પોસ્ટર લગાવ્યા છે અને દરેક મતદાન મથકની બહાર મતદાનનો વિરોધ કરી રહ્યા છે. આ સાથે જ મતદાર કેન્દ્ર પર બેઠેલા ચૂંટણી કાર્યકરો મતદારોના આવવાની રાહ જોઈ રહ્યા છે પરંતુ સવારથી લગભગ બપોર થઈ ગઈ છે અને હજુ સુધી એક પણ મતદાન થયું નથી. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગામમાં વિકાસના કોઈ કામ ના થયા હોવાથી ગામવાસીઓ કરી રહ્યા છે મતદાનનો વિરોધ

ગામવાસીઓનું કહેવું છે કે ગામમાં વિકાસના કોઈ કામ થયા નથી. તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આ પછી પણ સાંસદો કે જનપ્રતિનિધિઓ ચૂટાયા પછી કોઈ કંઈ સાંભળતા નથી. જેના કારણે લોકો મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે. ગામના વડા વીરેન્દ્ર યાદવે જણાવ્યું કે ગામમાં પહોંચવા માટે કોઈ રસ્તો નથી અને લોકોને ત્યાં પહોંચવા માટે રેલવે લાઈન ક્રોસ કરવી પડે છે. બાળકોને ભણવા માટે પણ રેલવે લાઇન ક્રોસ કરવી પડે છે.

ગામમાં પૂરતી સુવિધા ના હોવાથી ગામ તકલીફ ભોગવી રહ્યું છે: ગામવાસી

ટ્રેનની અડફેટે આવવાથી લગભગ એક ડઝન લોકોના મૃત્યુ થયા છે. લોકોની માંગ છે કે રેલવે પર ઓવર બ્રિજ બનાવવો જોઈએ, જેના માટે સાંસદે પણ વચન આપ્યું હતું પરંતુ તે પૂરું કર્યું નથી. આવા અનેક કારણોના કારણે ગામના લોકોમાં ભારે રોષ હોવાથી આખું ગામ મતદાન મથકની બહાર ઉભા રહીને તેનો ખુલ્લો બહિષ્કાર કરી રહ્યું છે. તેમને મનાવવા માટે સિરાથુના એસડીએમ મહેન્દ્ર શ્રીવાસ્તવ, સીડીઓ કૌશામ્બી ડો. રવિ કિશોર અને ચૂંટણી પંચના નિરીક્ષકો અને અન્ય અધિકારીઓ પહોંચ્યા છે. પરંતુ ગ્રામજનોએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી કોઈ નક્કર પુરાવા નહીં મળે ત્યાં સુધી તેઓ મતદાન નહીં કરે.

આ પણ વાંચો: પરિવાર વિરુદ્ધ ચૂંટણી પ્રચારમાં નહીં ઉતરે રાહુલ-પ્રિયંકા, સુલતાનપુર બેઠક પર વરુણ ગાંધીની એન્ટ્રી!

Back to top button