ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્ટાર પ્રચારક કોણ હોય છે? ચૂંટણીમાં તેમનું શું મહત્ત્વ છે? જાણો વિગતે

  • તમામ પક્ષોના મોટા નેતાઓ અને સ્ટાર પ્રચારકો દ્વારા પોતાની પૂરી તાકાત લગાવીને જનતાને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે 

નવી દિલ્હી, 13 એપ્રિલ: દેશભરમાં લોકસભાની ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. તમામ પક્ષો પણ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. તમામ પક્ષો જનતાને રીઝવવા માટે દરેક વ્યૂહરચના અપનાવે છે. પ્રચારમાં તમામ પક્ષો પૂરી તાકાત સાથે લોકસભા ચૂંટણીમાં ઉતર્યા છે. મોટા નેતાઓ અને સ્ટાર પ્રચારકો દ્વારા પણ જનતાને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીની આ મૌસમ દરમિયાન, તમામ પક્ષો સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડે છે. દરેક પક્ષ પાસે સ્ટાર પ્રચારકોની મોટી ફોજ છે. રાજકીય પક્ષો રાજકીય પ્રભાવ, સામાજિક સમીકરણો અને બોલવાની શૈલી વગેરેના આધારે સ્ટાર પ્રચારકોની યાદી બનાવે છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે.

સ્ટાર પ્રચારક કોણ છે?

સ્ટાર પ્રચારકોની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. રાજકીય પક્ષો તેમના પક્ષના સભ્યોને સ્ટાર પ્રચારક તરીકે નિયુક્ત કરે છે. આ ફિલ્મ અભિનેતાઓ અને રમતવીર(સ્પોટ્સમેન) પણ હોઈ શકે છે. ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણીપંચને સુપરત કરવાની રહેશે.

સ્ટાર પ્રચારકોની યાદી બદલવી સરળ નથી

સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણીપંચને મોકલ્યા બાદ તેમાં ફેરફાર કરવાનું રાજકીય પક્ષો માટે સરળ નથી. આ યાદીમાં માત્ર બે આધારો પર સુધારો કરી શકાય છે. જો કોઈ સ્ટાર પ્રચારકનું અવસાન થયું હોય તો યાદી બદલી શકાય છે. બીજી સ્થિતિ એ છે કે, જો કોઈ સ્ટાર પ્રચારક પાર્ટી છોડી દે તો રાજકીય પક્ષો યાદીમાં ફેરફાર કરી શકે છે.

સ્ટાર પ્રચારકોનો ખર્ચ કોણ ઉઠાવે છે?

જો સ્ટાર પ્રચારક કોઈપણ મતદારક્ષેત્રમાંથી ચૂંટણી લડ્યો હોય તો તેને ત્યાં ઉમેદવાર ગણવામાં આવશે. તે પોતાના મતવિસ્તારમાં જે પણ ખર્ચ કરશે તે તેના ચૂંટણી ખર્ચમાં ઉમેરવામાં આવશે. સ્ટાર પ્રચારક તરીકે કરવામાં આવેલો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં સામેલ નથી. આ ખર્ચ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવે છે.

મહત્ત્વ શું છે?

સ્ટાર પ્રચારકો સેલિબ્રિટી નેતાઓ છે. તેઓ તેમની વાણી શૈલી અને વિચારધારાથી મોટી સંખ્યામાં લોકોને પ્રભાવિત કરી શકે છે. તેમને સાંભળવા અને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. આ જ કારણ છે ક,  સ્ટાર પ્રચારકો રાજકીય પક્ષો માટે વોટ એકત્રિત કરવાનું કામ કરે છે.

સ્ટાર પ્રચારકોની સંખ્યા કેટલી હોઈ શકે?

ચૂંટણીપંચ દ્વારા માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષો અને રાજ્ય સ્તરના પક્ષોમાં વધુમાં વધુ 40 સ્ટાર પ્રચારકો હોઈ શકે છે. જ્યારે અજ્ઞાત પક્ષો તેમની યાદીમાં 20 સ્ટાર પ્રચારકોનો સમાવેશ કરી શકે છે. ઘણી વખત રાજકીય પક્ષો વિવિધ રાજ્યો માટે સ્ટાર પ્રચારકોની અલગ અલગ યાદી બહાર પાડે છે. જો કોઈ સ્ટાર પ્રચારક આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે, તો મતદાન પેનલને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી તેનું નામ કાઢી નાખવાનો અધિકાર છે.

આ પણ જુઓ: આસામમાં ચૂંટણી બાદ બહુપત્નીત્વ પર પ્રતિબંધ, UCC પણ લાગૂ થશે: CM હિમંતા બિસ્વા સરમા

Back to top button