IPLમાં સૌથી વધુ બેટ્સમેનોને શૂન્ય પર આઉટ કરનાર 5 બોલરોમાં કોનો કોનો સમાવેશ?
HD ન્યૂઝ ડેસ્ક, 13 એપ્રિલ: IPL ઇતિહાસમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયેલા બેટ્સમેનોમાં રોહિત શર્મા, દિનેશ કાર્તિક અને ગ્લેન મેક્સવેલ છે. આ ત્રણ બેટ્સમેનના નામે છે 17-17 વખત શૂન્ય પર આઉટ થવાનો શરમજનક રેકોર્ડ, પરંતુ શું તમે જાણો છો કે એવો કયા બોલર છે જેમણે IPLના ઈતિહાસમાં સૌથી વધુ વખત શૂન્ય પર બેટ્સમેનોને આઉટ કર્યા છે? જો કે, આજે આપણે એવા ટોપ-5 બોલરો પર એક નજર નાખીશું જેમણે IPLના ઈતિહાસમાં સૌથી વધુ વખત બેટ્સમેનોને શૂન્ય પર આઉટ કર્યા છે.
આ પાંચ બોલરોએ IPLમાં સૌથી વધુ વખત બેટ્સમેનોને શૂન્ય પર આઉચ કર્યા
1. લસિથ મલિંગા
બેટ્સમેનોને શૂન્ય પર આઉટ કરવાની યાદીમાં લસિથ મલિંગા નંબર વન પર છે. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા લસિથ મલિંગાએ સૌથી વધુ 36 બેટ્સમેનોને શૂન્યના સ્કોર સાથે આઉટ કર્યા છે.
2. ભુવનેશ્વર કુમાર
ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર બીજા સ્થાને છે. ભુવનેશ્વર કુમારે 29 વખત બેટ્સમેનોને શૂન્ય પર આઉટ કર્યા છે. આ સિવાય ભુવનેશ્વર કુમાર એકમાત્ર ભારતીય બોલર છે જેણે સતત 2 સિઝન સુધી પર્પલ કેપ જીતી છે.
3. ટ્રેન્ટ બોલ્ટ
આ સાથે જ ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. IPLના ઈતિહાસમાં ટ્રેન્ટ બોલ્ટે 93 મેચમાં 26 બેટ્સમેનોને શૂન્ય પર આઉટ કર્યા છે.
4. ડ્વેન બ્રાવો
મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત લાયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા ડ્વેન બ્રાવો આ યાદીમાં ચોથા સ્થાને છે. IPLના ઈતિહાસમાં ડ્વેન બ્રાવોએ ખાતું ખોલાવ્યા વિના 24 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
5. ઉમેશ યાદવ
આ પછી પાંચમાં નંબરે ભારતીય ઝડપી બોલર ઉમેશ યાદવ છે. IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા ઉમેશ યાદવે 23 બેટ્સમેનોને શૂન્ય પર આઉટ કર્યા છે.
આ પણ વાંચો: ઓલિમ્પિક પહેલા ભારતને આંચકો, બોક્સર મેરી કોમનું શેફ ડી મિશનના વડા તરીકે રાજીનામું