અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

કોણ છે આ વિરમગામનો ભદ્રેશ પટેલ? જેની પર અમેરિકાની FBIએ અઢી લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે

અમદાવાદ, 13 એપ્રિલ 2024, હાલમાં એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે, ઘણા બધા ગુજરાતી યુવાનો વિદેશમાં જઈને સ્થાઈ થવા માંગે છે. લાખો રૂપિયા ખર્ચીને દેશ છોડી અમેરિકા, કેનેડા, યુકે જેવા દેશોમાં જઈ કારકિર્દી બનાવવા મથી રહ્યાં છે. ત્યારે અનેક વખત વિદેશમાં ગુજરાતી યુવાનની હત્યા થઈ કે પછી ગુજરાતી યુવાને ક્રુરતાની હદ વટાવી આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે વિદેશ ગયા બાદ વિઝાની અવધી પૂર્ણ થઈ ગઈ અને પત્નીએ તેના પતિને ભારત પરત ફરવાનું કહ્યું તો ઉશ્કેરાયેલા પતિએ છરીના ઘા ઝિંકીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અમેરિકાની FBI એ ટોપ 10 મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વિરમગામનાં રહેવાસી અને ભારતીય નાગરિક ભદ્રેશ પટેલનું પણ નામ જાહેર કરાયુ છે. FBI દ્વારા તેના પર અઢી લાખ ડોલરનું ઈનામ જાહેર કરાયુ છે.

એક મહિનાં પહેલા જ દંપતીના વિઝા પૂરા થઈ ગયા હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભદ્રેશ પટેલે વિઝા પૂર્ણ થયા બાદ ભારત પરત ફરવાનું કહેતી પત્નીને એક પછી એક છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ભદ્રેશે જ્યારે તેની પત્નિની હત્યા કરી ત્યારે તેની ઉંર 24 વર્ષ હતી. તેની પત્નિની ઉંમર 21 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર બાબતે WTOP નાં રિપોર્ટ મુજબ હત્યાના એક મહિનાં પહેલા જ દંપતીના વિઝા પૂરા થઈ ગયા હતા. આ બાબતે તપાસ અધિકારીનું કહેવું છે કે, ભદ્રેશની પત્નિ પલક પટેલ ભારત પરત આવવા માંગતી હતી. પરંતું ભદ્રેશે તેનો વિરોધ કર્યો હતો.

ભદ્રેશ પટેલ પર અઢી લાખ ડોલરનું ઈનામ જાહેર કરાયુ
વર્ષ 2017માં માહિતી માટે 100,000 ડોલરના ઈનામ સાથે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આઠ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ તે પોલીસ પકડથી દૂર છે. એપ્રિલ 2015માં ભદ્રેશ પટેલ અને તેની પત્ની પલક પટેલ ડંકિન ડોનટસ રેસ્ટોરન્ટ સ્ટોરમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા. તેમજ જે દિવસે બનાવ બન્યો ત્યારે રાત્રે સીસીટીવી ફૂટેજમાં ભદ્રેશ અને પલક રેકની પાછળ જતા પહેલા સ્ટોરનાં કિચન તરફ સાથે ચાલતા જોવા મળ્યા હતા.આ ઘટના જ્યારે બની ત્યારે ઘણા ગ્રાહકો સ્થળ પર હાજર હતા. હાલ FBI ભદ્રેશ પટેલને હત્યારો ગણે છે અને તેના પર અઢી લાખ ડોલરનું ઈનામ જાહેર કરાયુ છે.

આ પણ વાંચોઃરાજકોટમાં ધમાસાણઃ ક્ષત્રિય મહિલાઓએ 100 ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા, જાણો ભાજપ-કોંગ્રેસનો આંકડો

Back to top button