ટ્રેન્ડિંગ

યુવતીએ ફ્રાય ફિશના ઑર્ડર માટે મદદ માંગી, તો Zomatoએ જવાબમાં કહ્યું- પાની મેં ગઈ..છપાક..

Text To Speech

હમે દેખેંગે ન્યૂઝ (અમદાવાદ), 27 ફેબ્રુઆરી:  ઈન્સ્ટાગ્રામ યુઝર્સ ટ્રેન્ડીંગ ઑડિયો પર Reels જુએ છે ને પછી બનાવે છે. આમાં દરરોજ કંઈક ને કંઈક નવું ટ્રેન્ડિંગમાં રહે છે. જો કે, હવે રીલ્સના કારણે ઘણા ગીતો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા થે. આજકાલ રીલ્સ પર એક ઑડિયો ટ્રેન્ડિંગમાં છે. તે છે, એક મછલી.. પાની મેં ગઈ.. છપાક… તેના વીડિયોમાં લોકો એક ગ્રુપમાં બેસીને આ ફની ગેમ રમતા જોવા મળે છે. આ ટ્રેન્ડમાં ફૂડ ડિલિવરી એપ Zomato પણ પાછળ રહ્યું નથી. આ ટ્રેન્ડને લઈને Zomatoએ એક ફની ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.

Zomatoએ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો

આ ચેટમાં રિતિકા નામની યુવતી પૂછી રહી છે – હાય, મેં ખોટા સરનામે ઓર્ડર કરી દીધો છે, શું તમે કઈ મદદ કરી શકો છે.. તેના જવાબમાં Zomatoએ લખ્યું કે – શું તમે મને તમારા ઓર્ડરની વિગતો જણાવશો. રિતિકા જવાબ આપે છે- એક ફિશ ફ્રાય. આના પર ઝોમેટો તરફથી જવાબ આવે છે – પાની મેં ગઈ અને પછી રીતિકા પણ મજાકમાં લખે છે – છપાક. Zomatoએ આ પોસ્ટ સાથે રડતી ઇમોજી બનાવી છે. લોકોને આ પોસ્ટની ખૂબ મજા પડી રહી છે અને તે ઝડપથી વાયરલ થઈ રહી છે. જો કે મોટાભાગના લોકો તેને Zomatoની માર્કેટિંગ સ્ટ્રેટેજી ગણાવી રહ્યા છે.

આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ

આ પોસ્ટને 3.6 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને 8,600થી વધુ લાઈક્સ મળી છે. આ પોસ્ટ પર ઘણા લોકોએ ઘણી કોમેન્ટ કરી છે. એક વ્યક્તિએ લખ્યું, ‘ચાલો શરૂ કરીએ. પાણીમાં બે માછલીઓ પાણીમાં ગઈ અને આ ટ્રેન્ડનો વિજેતા Zomato છે. બીજાએ લખ્યું કે, જ્યારે બે મીમ્સ લવર્સ એકબીજાને મળે છે, ત્યારે આવી ચેટ થાય છે. મહત્ત્વનું છે કે હાલમાં જ વાયરલ થયેલા આ ટ્રેન્ડની ખાસ વાત એ છે કે આ ગેમના બહાને લોકો થોડો સમય તેમના ફોનથી દૂર રહી શકે છે અને તેમના મિત્રો સાથે મસ્તી કરી શકે છે. ‘એક મછલી.. પાની મેં ..ગઈ છપાક’ માટે, મિત્રોના ગ્રુપ સિવાય બીજું શું જોઈએ.

આ પણ વાંચો: સ્વિગી ડિલિવરી બોયે એવું તો શું કર્યું કે રોનિત રોય લાલ ઘુમ થઈ ગયો?

Back to top button