ટ્રેન્ડિંગફૂડવર્લ્ડ

VIDEO: ચીનના ફૂડ ટ્રેન્ડે ભલભલાના હોશ ઉડાવ્યા, બનાવી ચટાકેદાર બરફની વાનગી

Text To Speech

હમ દેખેંગ ન્યૂઝ ડેસ્ક (અમદાવાદ), 11 ફેબ્રુઆરી: હાલ ખાણી-પીણીને લઈને નવા-નવા અખતરાના ટ્રેન્ડ જોવા મળે છે. પરંતુ ચીનમાં એક એવો ફૂડ ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં બરફને નાસ્તાની જેમ ખાવામાં આવે છે. ઘણા લોકોને ગ્રીલ ફૂડ ખૂબ જ ગમે છે, પરંતુ તાજેતરના ટ્રેન્ડમાં ચીઝ કે ચિકન નહીં પણ બરફ ગ્રીલ કરવામાં આવી રહ્યો છે. આમાં બરફના ક્યૂબ્સને ગ્રીલ કરવામાં આવે છે અને તેના પર મરચાં અને હૉટ સૉસ સાથે ખાવામાં આવે છે. નવાઈની વાત એ છે કે આ માટે લોકોની લાંબી કતારો લાગી રહી છે અને લોકો તેના વખાણ કરતાં થાકતાં નથી. છે ને કમાલનો ટ્રેન્ડ અને કમાલની વાનગી!

આ વાનગી આ રીતે બનાવવામાં આવે છે

 

View this post on Instagram

 

A post shared by South China Morning Post (@scmpnews)

આ ફૂડ ટ્રેન્ડના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ માટે ગ્રીલ પર બરફના ટુકડા મૂકવામાં આવે છે અને તેના પર તેલ નાખવામાં આવે છે. આ પછી, ક્યૂબ્સમાં લાલ મરચું અને ગરમ ચટણી ઉમેરવામાં આવે છે. આ પછી તેને ગાર્નિશ કરીને સર્વ કરવામાં આવે છે. આ વાનગી ખાનારા લોકો કહે છે કે તેનો સ્વાદ ખૂબ જ મસાલેદાર છે અને ખૂબ જ સ્વાદિષ્ટ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફૂડ ટ્રેન્ડના વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોને અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જો કે, બીજી તરફ લોકો આની મજાક પણ ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે થોડા દિવસો પછી દુકાનદારો તીખી હવાને બરણીમાં ભરીને વેચવાનું શરૂ કરી દેશે. એક પ્લેટની કિંમત 170 રૂપિયાની આસપાસ છે.

બરફ પહેલા લોકો તીખા પથ્થર ખાતા હતા

તીખા બરફ પહેલા પણ ચીનમાં વિચિત્ર ફૂડ ટ્રેન્ડ જોવા મળ્યા છે. આ સાંભળીને તમને ચોક્કસથી ખૂબ નવાઈ લાગશે. પણ, એક સમયે અહીં પથ્થર ખાવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. આ વાનગીમાં પથ્થરને મરચાંના તેલ, લસણ અને રોઝમેરીથી રાંધવામાં આવે છે. આ પથ્થરોને ખાવાની રીત એ છે કે પથ્થરને ચૂસીને ફેંકી દો. આ પથ્થરો એક પ્લેટ માટે વ્યક્તિએ બે ડોલર ચૂકવવા પડતા હતા.

આ પણ વાંચો: તળાવમાં ફસાયેલા નાગાલેન્ડના મંત્રીનો વીડિયો વાયરલ, કહ્યું- ‘આજ JCB કા ટેસ્ટ થા’

Back to top button