જ્યારે ‘રાવણ’ શાક વેચવા નીકળ્યો! બોલ્યો- બહાર નીકળો… પબ્લિકે લીધી ખૂબ મજા, વાયરલ વીડિયો જોઈ હસવું નહીં રોકાય

HD ન્યુઝ ડેસ્ક, 31 ઓગસ્ટ 2025: સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક એવા હોય છે કે જેને જોયા પછી હસી-હસીને પેટમાં દુખાવો થઈ જાય. આવો જ એક મજેદાર વીડિયો એક શાકવાળાનો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લંકાપતિ રાવણના અંદાજમાં શાક વેચી રહ્યો છે.
વીડિયો જોઈને રામલીલાના રાવણની યાદ આવશે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક શાકવાળો પોતાના ઠેલા સાથે ઊભો છે અને રામલીલાના રાવણના અંદાજમાં ગ્રાહકોને શાક ખરીદવા માટે બોલાવી રહ્યો છે. સૌથી પહેલા તે રાવણના અંદાજમાં હસે છે. તેના હાથમાં માઈક અને સ્પીકર છે. વીડિયો જોઈને સ્પષ્ટ લાગે છે કે શાકવાળાના આ અંદાજથી ઘણા ગ્રાહકો આકર્ષાયા હશે. આ વીડિયો ‘રાકેશ નિષાદ’ નામના વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, “રામલીલાનું પાત્ર ભજવનાર જ્યારે ગામમાં શાક વેચવા આવે ત્યારે.” જણાવી દઈએ કે, આ વ્યક્તિએ શાકવાળા તરીકે અનેક પ્રકારના વીડિયો શેર કર્યા છે, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા છે..
View this post on Instagram
વીડિયો જોઈને લોકોએ આપ્યા રિએક્શન
સોશિયલ મીડિયા પર આ વીડિયો ધડાકેથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, જેમણે આ વીડિયો જોયો, તેમણે પોતાના રિએક્શન પણ આપ્યા છે. એક યુઝરે લખ્યું, “જો આવો શાકવાળો અમારા વિસ્તારમાં આવે તો આખો મોહલ્લો ડરના માર્યા ઘરમાં બેસી જાય.” બીજા યુઝરે લખ્યું, “સીતાના હરણ બાદ રાવણ શાક વેચતો હોય.” ત્રીજા યુઝરે લખ્યું, “ભાઈની હાસી ખૂબ જ ખતરનાક છે, હું તો ડરી ગયો.”
આ પણ વાંચો : ‘તું કાળી છે, આ ક્રીમ તને ગોરી બનાવશે’ – પત્નીના શરીર પર એસિડ નાખી આગ લગાવી, હત્યારા પતિને ફાંસીની સજા












