ટ્રેન્ડિંગમનોરંજન

અભિષેક બચ્ચનની “ઘૂમર” ક્યારે અને કયા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે ?

Text To Speech
  • અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ફિલ્મ ‘ઘૂમર’ હવે ઓટીટી પ્લેટફોર્મ પર આવવા માટે રેડી છે. આર બાલ્કીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 10 નવેમ્બરે ZEE5 આવશે.

Ghoomer OTT Release: અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ફિલ્મ ‘ઘૂમર’ 18 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આર બાલ્કીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર આવવા માટે તૈયાર છે.

“ઘૂમર” Zee5 પર રિલીઝ થશે

Zee5એ સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી છે. ઘૂમરનો ફોટો શેર કરતા જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ 10 નવેમ્બરે ZEE5 પર રિલીઝ થશે. ‘ઘૂમર’ ફિલ્મ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જેમાં અભિષેક અને સૈયામી સિવાય અંગદ બેદી, શબાના આઝમીએ મહત્વના રોલમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં અભિતાભ બચ્ચનનો કેમિયો પણ જોવા મળશે.

બિશન સિંહ બેદીની આ પહેલી ફિલ્મ હતી.

ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં સ્વર્ગસ્થ બિશન સિંહ બેદી પણ આ ફિલ્મમાં જોવા મળે છે. આ તેમની પહેલી ફિલ્મ હતી, બિશન સિંહ બેદીના પુત્ર અંગદ બેદી તેના પિતા સાથે પહેલીવાર સ્ક્રીન પર જોવા મળ્યા હતા. દર્શકોને બિશન સિંહ બેદીનું પાત્ર ખૂબ પસંદ આવ્યું.

શું છે ફિલ્મની કહાની ?

ફિલ્મની કહાનીની વિશે વાત કરીએ તો, ઘૂમરમાં સૈયામી ખેર એક પેરાપ્લેજિક ક્રિકેટરની ભૂમિકામાં છે અને અભિષેક બચ્ચન તેના ક્રિકેટ કોચની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં અભિષેકના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મમાં અભિનેતાએ જે રીતે મોનોલોગ બોલ્યો છે તે તમારા હૃદયને સ્પર્શી જશે. તે જ સમયે, ફિલ્મમાં સૈયામી ખેરનું અભિનય ક્યાંય ડગમગ્યું નથી.

આ પણ વાંચો: ઉર્ફી જાવેદે નકલી વીડિયો બનાવી પોલીસને બદનામ કરી, FIR નોંધાઈ

 

Back to top button